________________
જૈન શાસનના ચમકતા હીરાઓ D ૧૨૧
| પુણીઓ શ્રાવક
૫૪.
એક વખત વ્યાખ્યાન પૂરું થતાં ભગવાન મહાવીરને રાજા શ્રેણિકે પૂછ્યું, ભગવાન! મારે નરકનો બંધ છે તો મારી નરક ટળે એવો કોઈ ઉપાય બતાવો.
પ્રભુએ રસ્તા બતાવ્યા એમાં એક રસ્તો એ બતાવ્યો કે, પુણીઆ શ્રાવક પાસે જઈ એના એક સામાયિકનું ફળ વેચાતું લઈ આવ. આ ફળ જો મળી જાય તો નરકે નહીં જવું પડે.”
શ્રેણિક મહારાજને વાત સહેલી લાગી. તેણે પુણીઆ શ્રાવકને બોલાવી કહ્યું કે, તારા એક સામાયિકનું ફળ મને વેચાણ કરી આપ. તમો કહો તે કિંમત હું આપવા તૈયાર છું. બોલો તમારે કેટલી કિંમત જોઈએ છે?"
પુણીઆ શ્રાવકે કહ્યું, “ના, ધાર્મિક ક્રિયાનું ફળ એ રીતે વેચી ન શકાય. અને એની શી કિંમત ગણાય. એનો મને ખ્યાલ નથી. પણ તમને જેણે આ સામાયિકનું ફળ વેચાતું લેવાનું કહ્યું હોય તેને જ તેની કિંમત પૂછો."
મહારાજા શ્રેણિકે ભગવાન પાસે આવી શ્રાવકનો જવાબ સંભળાવ્યો અને વિનંતી કરી છે. આ શ્રાવકની સામાયિકની કિંમત કેટલી કહેવાય એ પ્રભુ મને કહો. ત્યારે ભગવાને જણાવ્યું કે, "તારું સમગ્ર રાજ્ય અને રુદ્ધિ આપીદે તો પણ તેની કિંમત ભરપાઈ થાય નહીં. ફક્ત તેની દલાલી ચૂકવી શકાય. કિંમત તો બાકી જ રહે." બીજી રીતે સમજાવતાં કહ્યું કે, કોઈ અશ્વ ખરીદ કરવા જાય, તેની લગામની કિંમત જેટલી તારી સમગ્ર રાજદ્ધિ ગણાય અને અશ્વની કિંમત તો બાકી જ રહે, તેમ આ પુણીઆ શ્રાવકનું સામાયિક અમૂલ્ય છે. તેની કિંમત આંકી શકાતી જ નથી. આ સાંભળી શ્રેણિક રાજા નિરાશ તો થયા પણ પુણી શ્રાવકની સામાયિકની પ્રશંસા કરવા લાગ્યા.
હવે આ પુણીઆ શ્રાવકનું જીવન કેવું હતું તે જોઈએ :
પણીઓ શ્રાવક પ્રભુ મહાવીરનો ખરેખરો ભક્ત હતો. વીરની વાણી સાંભળી તેને સર્વ પરગ્રહનો ત્યાગ કર્યો હતો. આજીવિકા ચલાવવાને રૂની પુણીઓ બનાવી વેચીને તેમાંથી મળતા બે આનાથીતે સંતોષ માનતો. લાભાંતરાયના ઉદયથી તેને વધારે કંઈ મળતું ન હતું. તે અને તેની સ્ત્રી બન્ને જણ સ્વામી વાચ્છળ કરવાના હેતુથી એકાંતરે ઉપવાસ કરતાં હતાં. બે જણની રસોઈ થતી તેથી બહારના એક જણને જમાડતાં. એક જણને ઉપવાસ કરવો