________________
જૈન શાસનના ચમકતા હીરાઓ | ૧૨૦
જીવન કેમ ગુજારે છે? પ્રભુએ કહ્યું, પૂર્વભવમાં તેના ઘરે કોઈ મુનિ મહારાજ વહોરવા આવતાં પ્રભાવનામાં મળેલ ઉત્તમ સુગંધી મોદક વહોરાવ્યો, પણ પછી કોઈના કહેવાથી જાયું કે તે તો બહુ સ્વાદિષ્ટ મોદક હતો. આ સાંભળી તે વહોરાવેલ મોદક પાછો લેવા ગયો. રસ્તામાં પશ્ચાત્તાપ કરતો વિચારતો ગયો કે, આવો સારો લાડુ નાહકનો મહારાજને વહોરાવી દીધો. મુનિ પાસે પહોંચી વહોરાવેલ લાડુ તેણે પાછો માગ્યો. મુનિએ કહ્યું, ધર્મલાભ આપીને લીધેલ પાછું અમે આપી શકીએ નહીં પણ તેણે જીદ કરી લાડુ પાછો મેળવવા પાત્રની ખેંચતાણ કરી. ખેંચાતાણીમાં મોદક નીચે પડેલ રેતીમાં પડ્યો અને રગદોળાઈ ગયો. મુનિએ ત્યાં જ નાનો ખાડો ખોદી જમીનમાં પરઠવી દીધો. આથી તે આપેલ દાનની નિંદા ને પશ્ચાતાપ કરવાથી ગાઢ ભોગાંતરાય ને ઉપભોગાંતરાય કર્મ બાંધી મમ્મણ શેઠ તરીકે ઉત્પન્ન થયો છે. તે નથી સારું ખાઈ શકતો કે મળેલ લક્ષ્મીનો ભોગવટો પણ કરી શકતો નથી. પછી દાન આપવાની તો વાત જ શી ? ખરેખર કૃપણનું ધન કાંકરા બરાબર છે.
માયાની સજાય
સમક્તિનું મૂલ જાણીયેજી, સત્ય વચન સાક્ષાત: સાચામાં સમક્તિ વસેજી, માયામાં મિથ્યાત રે, પ્રાણી મ કરીશ માયા લગાર. ૧ મુખ મીઠો જૂઠો મનેજી, ફૂડ કપટનો રે કોટ: જીભે નો જીજી કરેજી, ચિત્ત માંહે તાકે ચોટ રે. પ્રાણી-૨ આપ ગરજે આઘો પડે, પણ ન ધરે વિશ્વાસ; મનશું રાખે આંતરોજી, એ માયાનો વાસ રે. પ્રાણી૩ જેહશું બાંધ પ્રિતડીજી, તેહશું રહે પ્રતિકુલ: મેલ ન છેડે મન તણોજી, એ માયાનું મૂલ રે. પ્રાણી તપ કર્યું માયા કરીજી, મિત્રશું રાખો ભેદ; મલ્લિ જિનેશ્વર જાણોજી, તો પામ્યા સ્ત્રીવેદ રે. પ્રાણી ૫ ઉદયરતન કહે સાંભળોજી, મેલો માયાની બુદ્ધ, મુક્તિપુરી જાવા તણોજી, એ મારગ છે શુદ્ધ રે. પ્રાણી-૬