________________
જૈન શાસનના ચમકતા હીરાઓ ૧૧૮
ઉત્પન્ન થયો, પેટ ફૂલી ગયું. અપાન વાયુ બંધ થયો અને તૃષાશ્ચંત થવાને લીધે અત્યંત પીડા પામવા લાગ્યો. તે “અવસરે વ્રતનો ભંગ કરનાર છે એટલે તે અતિ પાપી છે.” એમ ધારીને સેવક પુરુષોએ તેનું ઔષધ કર્યું નહીં. તેથી તેણે વિચાર્યું કે, "જો આ રાત્રિ વીતી જાય તો પ્રાત:કાળમાં જ સર્વ સેવકોને હણી નાખું.” એવી રીતે રૌદ્ર ધ્યાનમાં વર્તતો તે રાત્રીમાં જ કંડરીક મૃત્યુ પામ્યો અને સાતમી નરકમાં અપ્રતિષ્ઠાન નામના નરકાવાસમાં ઉત્પન્ન થયો.
જ
પુંડરીક રાજર્ષિએ તો પોતાની નગરીથી ચાલતાં જ અભિગ્રહ કર્યો કે, “ગુરુ પાસે જઈ વ્રત ગ્રહણ કરીશ પછી જ આહાર લઈશ." એવો અભિગ્રહ કરીને ચાલતાં માર્ગમાં ક્ષુધા, તૃષા વગેરે પરિષહ સહન કરવાં પડ્યાં. કોમળ દેહ છતાં પણ તે ખેદ પામ્યા નહીં. બે દિવસ છઠનો તપ થતાં ગુરુ પાસે પહોંચી ચારિત્ર લીધું. પછી ગુરુની આજ્ઞા લઈને પારણું કરવા માટે ગોચરી લેવા ગયા. તેમાં તુચ્છ અને લૂખો આહાર પામીને તેમને પ્રાણ તૃપ્તિ કરી. પરંતુ તેવો તુચ્છ આહાર પૂર્વે કોઈ વખત નહીં કરેલો હોવાથી તેમને અતિ તીવ્ર વેદના થઈ. તો પણ શુભ આરાધના કરીને પુંડરીક રાજર્ષિ મૃત્યુ પામ્યા અને સર્વાર્થ સિદ્ધિ નામના વિમાનમાં ઉત્પન્ન થયા. તે વિષે જ્ઞાનીએ ભાખ્યું છે કે - "હજાર વર્ષ સુધી વિપુલ સંયમ પાળ્યા છતાં પણ જો અંતે ક્લિષ્ટ અધ્યવસાય થાય તો તે કંડરીકની જેમ સિદ્ધિ પદને પામતા નથી." અને "થોડો કાળ પણ ચારિત્ર ગ્રહણ કરીને જે યથાર્થ પાળે છે, તે પુંડરીક ઋષિની માફક પોતાનું કાર્ય સિદ્ધ કરે છે.”
“એવી રીતે સમ્યક્ પ્રકારે ચારિત્ર પાળીને કેટલાક જીવો થોડા કાળમાં મોક્ષગતિને પામે છે, અને બીજા અતિચાર સહિત ઘણા કાળ સુધી ચારિત્ર પાળે છે તો પણ તેઓ સિદ્ધિ પદને પામતા નથી.”
જે દૃષ્ટિ પ્રભુ દર્શન કરે તે દૃષ્ટિને પણ ધન્ય છે, જે જીભ જિનવરને સ્તવે તે જીભને પણ ધન્ય છે; પીયે જુદા વાણી સુધા, તે કર્ણ યુગને ધન્ય છે, તુજ નામ મંત્ર વિશદ ધરે, તે હ્રદયને નિત ધન્ય છે.