________________
જૈન શાસનના ચમકતા હીરાઓ D ૧૧૭
રાજઔષધો વડે તેમને રોગરહિત ર્યા. ત્યાં સ્વાદિષ્ટ ભોજનો કરવાથી તે મુનિ રસમાં લોલુપ થઈ ગયા. તેથી ત્યાંથી વિહાર કરવાની ઈચ્છા ન થઈ. એટલે રાજા તેમને કહેવા લાગ્યો કે, હે પૂજ્ય મુનિ ! તમે તો અહર્નિશ વિહાર કરનારા છો; દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ ચારે પ્રકારના પ્રતિબંધથી રહિત છો. હવે નીરોગી થવાથી તમે વિહાર કરવા ઉત્સુક થયા હશો. તમને નિગ્રંથને ધન્ય છે. હું અધન્ય છું કેમ કે ભોગ રૂપી કાદવમાં ખૂઓ છતાં કદર્થના પામું છું." ઇત્યાદિ વચનો રાજાએ વારંવાર કહ્યાં. એટલે કંડરીક મુનિ લજજા પામી ત્યાંથી વિહાર કરીને ગુરુ પાસે ગયા.
એક દિવસ વસંત ઋતુમાં પોતપોતાની સ્ત્રીઓ સાથે ક્રીડા કરતા નગરજનોને જોઈને ચારિત્રાવરણીય કર્મના ઉદયથી કંડરીક મુનિનું મન ચારિત્રથી ચલાયમાન થયું. તેથી તે ગુરુની આજ્ઞા લીધા વિના પુંડરીકિણી નગરી પાસેના વનમાં આવ્યા; અને પાત્રા વગેર ઉપકરણો ઝાડની વળી ઉપર લટકાવીને કોમળ લીલાં ઘાસ ઉપર આળોટવા લાગ્યા. તેને આવી રીતે સંયમથી ભ્રષ્ટ ચિત્તવાળા થયેલા તેની ધાવમાતાએ જોયા તેથી તેને નગરમાં જઈને પુંડરીક રાજાને તે વાત કરી તે વાત સાંભળીને રાજા પરિવાર સહિત ત્યાં આવ્યો. તે વખતે કંડરીકને ચિંતાતુર, પ્રમાદી અને ભૂમિ ખોતરતો જોઈને રાજાએ કહ્યું કે, હું સુખદુ:ખમાં સમાન ભાવવાળા ! હે નિઃસ્પૃહ ! હે નિગ્રંથ ! હે મુનિ ! તમે પુણ્યશાળી છો, અને સંયમ પાળવામાં ધન્ય છો.' ઇત્યાદિ અનેક પ્રકારે તેની પ્રશંસા કરી તો પણ તે નીચું જ જોઈ રહ્યા, તેમ કાંઈ ઉત્તર પણ આપ્યો નહીં. તેથી રાજાએ તેને સંયમથી ભ્રષ્ટ થયેલો અને સંયમની અનિષ્ટતાવાળા જાણીને પૂછ્યું કે " હે મુનિ ! આ ભાઈના સામેં કેમ જોતા નથી ? પ્રશસ્ત ધ્યાનમાં મગ્ન છે કે અપ્રશસ્ત ધ્યાનમાં ? જો અપ્રશસ્ત ધ્યાનમાં આરૂઢ થયા હો તો તમે પૂર્વે બળાત્કારે મોટું ભાવરાજ્ય ગ્રહણ કર્યું છે. તેના ચિહ્નભૂત પાત્રાદિક મને આપો અને પરિણામે મહા વિરસ ફળ આપનારા રાજ્યના ચિહનભૂત આ પટ્ટહસ્તી વગેરે તમે ગ્રહણ કરો." આ પ્રમાણે રાજાનું વચન સાંભળીને કંડરીક બહુ હર્ષ પામ્યો અને તત્કાળ પટ્ટહસ્તી ઉપર ચઢીને નગરમાં ગયો. સાધુમાં શ્રેષ્ઠ એવા પુંડરીકે વિલાપ કરતી રાણીઓ વગેરેને સાપની કાંચળી માફક તજી દઈને, યતિનો વેષ ગ્રહણ કરીને ત્યાંથી તત્કાળ વિહાર કર્યો.
અહીં કંડરીક ઘણા કાળનો ભૂખ્યો હોવાથી તે દિવસે ઇચ્છા મુજબ ભક્ષાભક્ષના વિવેક સિવાય અનેક પ્રકારનું ભોજન કર્યું. તે આહાર કૃશ શરીર નહીં પચવાથી તથા રાત્રીએ ભોગવિલાસને માટે જાગરણ કરવાથી તત્કાળ રાત્રિમાં જ વિસૂચિકાનો વ્યાધિ