________________
જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૧૧૧
| શ્રી અષાઢાચાર્ય
૫૦
અષાઢચાર્ય નામે એક આચાર્યશ્રી પોતાના એક શિષ્યને ધર્મ સંભળાવે છે. શિષ્ય મરણ પથારીએ છે. અને આચાર્યશ્રી શિષ્ય પાસે વચન લેવરાવે છે કે, તે દેવલોકમાં જાય તો તે ત્યાંથી આવીને આચાર્યશ્રીને વાત કરે અને ઊર્ધ્વ ગતિ જવા રસ્તો બતાવે. નવકાર મંત્ર સાંભળતાં સાંભળતાં શિષ્ય હા ભણી અને કહ્યું, ભલે, જરૂર આવીશ અને મળીશ.
શિષ્ય કાળ કરી દેવ થયો પણ ત્યાંના વૈભવવિલાસમાં એવો આસક્ત થઈ ગયો. કે, તે ગુરુને ને ગુરુના વચનને ભૂલી ગયો. અહીં ગુરુદેવ રાહ જોતા રહ્યા.
આ પ્રમાણે આચાર્ય મહારાજ શ્રી અષાઢાચાર્યે ચાર શિષ્યો પાસે એમણે દેવલોકમાંથી આવી વાત કરવી, એમ વચન લીધાં.
ઘણાં વર્ષો રાહ જોયા છતાંયે આમાંથી કોઈ આચાર્ય મહારાજ પાસે વાત કરવા કે ધર્મ પમાડવા આવ્યું નહીં. એટલે આચાર્ય મહારાજને ધર્મ ઉપર અશ્રદ્ધા જાગી. આ બધું તૂત છે, પાપ-પુણ્ય જેવું કંઈ છે જ નહીં. તપ -જપ બધું ફોગટનાં ફાંફાં છે. આમ વિચારતાં વિચારતાં તેમણે સાધુતા છોડી, પણ પહેરેલા સાધુના વેશે જ રહે છે અને સંસારી થઈ જવા મનોમન નક્કી કરે છે.
ચોથો શિષ્ય - જે દેવલોકમાં છે તેણે અવધિજ્ઞાનથી આ વાત જાણી અને ગુરુજીને આ સંસારી થતા બચાવવા નકકી કર્યું અને આ માટે તે પૃથ્વી ઉપર આવી, ગુરુજી વિચરતા હતા તે રસ્તા ઉપર આવી, દૈવી નાટક શરૂ કર્યું. ગુરુજી નાટક જોવામાં લીન બન્યા. નાટક જોતાં છ મહિના વીતી ગયા.
દેવે માયાવી છ છોકરા બનાવ્યા અને આગળ વિહાર કરી જતા આચાર્ય મહારાજને જંગલમાં મળ્યા. એકાંત જંગલમાં આ સુંદર આભૂષણ પહેરેલ છોકરાઓ મળતાં અષાઢાભૂતિ ભાન ભૂલ્યા. છોકરાઓના બધા સોનાના અને ઝવેરાત મટ્યા દાગીના ઉતારી લીધા અને છોકરાઓને મારી નાખી ત્યાંથી આગળ ચાલ્યા ગયા.
રસ્તામાં એક સાધ્વીજી મળ્યાં. સાધ્વીજી સાથે ઠીકઠીક ધર્મોની વાતચીત થઈ. સૂરીજી ઘણું શરમાયા અને ખોટું થઈ ગયું છે એનો મનને ખટકો લાગવા માંડ્યો. આગળ વિહાર કરતાં એક મોટું સૈન્ય સામે મળ્યું. જેમાં ત્યાંનાં રાજા-રાણી વગેરેનો મોટો પરિવાર
પણ હતો.