________________
જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૧૧૦
નથી નીકળ્યું ને ?" પણ ભદ્રસેન મૌન રહે છે. વળી આચાર્યશ્રી પૂછે છે, "તને સીધો રસ્તો જણાયો તે ક્યા જ્ઞાનના યોગે ? રસ્તામાં તેને કોઈ સ્કૂલના તો નથી આવી ને? વત્સ, શું હકીકત છે કે તું યથાર્થ જણાવ"ભદ્રસેન કહે છે, ભગવન્! આપની કૃપાથી જ જ્ઞાન પ્રાપ્ત થયું છે. તેના યોગે હું માર્ગ જાણી શક્યો છું." આચાર્યશ્રી વધુ ચોખવટ કરવા શિષ્યને પૂછે છે, વત્સ! તે જ્ઞાન પ્રતિપાતિ કે અપ્રતિપાતિ ?"
ભદ્રસેન કહે છે, "ભગવદ્ અપ્રતિપાતિ." આ સાંભળતાં જ આચાર્યશ્રી ખભા ઉપરથી ઊતરી કેવળજ્ઞાની શિષ્યને ખમાવે છે. પોતાનાથી થઈ ગયેલ ક્ષેધના કારણે જે અપરાધ થયો તે માટે તેઓને તીવ્ર પશ્ચાત્તાપ થાય છે અને સ્વગત વિચારે છે, "હા, હું કેવો પાપી ! આટઆટલાં વર્ષોથી સંયમ, તપ, સ્વાધ્યાય આદિની આરાધના કરવા છતાં વાતવાતમાં બેધને આધીન થઈ મને ઉગ્ર થઈ જતાં વાર લાગતી નથી. આચાર્યના પદ પર આરૂઢ હોવા છતાં હું એટલી પણ ક્ષમા નથી રાખી શક્યો. મારો સંયમ, મારી આરાધના ખરેખર નિષ્ફળ ગઈ. ખરેખર આ નૂતન દીક્ષિતને ધન્ય છે. ગઈ કાલે હજુ જેણે સંયમ અંગીકાર કર્યો, તેનામાં કેવી અદભુત ક્ષમા! કેવી અપ્રતિમ સરળતા! અને કેવું અનુપમ સમર્પણ ! હું હીનભાગ્ય છું, આ પુણ્યાત્મા તરી ગયા, હું પામો છતાં ડૂબી રહ્યો છું." આમ વિચારતાં અને કેવળજ્ઞાની નૂતન મુનિને ખમાવતાં પોતાની જાતે પોતાની લઘુતા અને સરળતાપૂર્વક નિંદા કરતાં, શુભ ધાને ચઢતાં આચાર્ય મહારાજ પણ ક્ષપક શ્રેણી પર આરૂઢ થઈ કેવળજ્ઞાન પામ્યા. આમ ગુરુ તથા શિષ્ય બંને તરી ગયા. ધન્ય સરળતા! ધન્ય ક્ષમાપના!
| હે પ્રભુ પાસ ચિંતામણી હે પ્રભુ પાસ ચિંતામણિ મેરો, મીલ ગયો હીરો, મીટ ગયો ફેરો, નામ જપું નિત્ય તેરો. પ્રભુત્ર: પ્રીત લગી મેરી પ્રભુજીસે ખારી, જૈસે ચંદ ચકોરો. પ્રભુત્વ આનંદઘન પ્રભુ ચરન શરન હે, બહોત દિયો મુક્તિ કો ડેરો. પ્રભુત્ર
મારા સ્વામી પરમ સામર્થ્યવાન છે, અને હું તેમનો સેવક છું. એવો ખ્યાલ ન આવે ત્યાં સુધી માનવીના દુ:ખોનો ભાર જરા પણ ઓછો થતો નથી.