________________
જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૯૪
મથુરાનગરીમાં જ આવી ચઢ્યો અને કુબેરસેના વેશ્યાને ત્યાં રહ્યો. કુબેરસેના તેની સગી મા હતી, તે તે જાણતો ન હતો. અજાણતાં પણ સગી મા સાથે ભોગ ભોગવ્યા.વિલાસમાં કેટલોક કાળ વ્યતીત થયો અને કુબેરસેનાએ એક બાળકને જન્મ આપ્યો. આ બાળકનો પિતા કુબેરદત્ત જ હતો.
બીજી બાજુ કુબેરદત્તા જેણે દીક્ષા લીધી હતી, તેને અવધિજ્ઞાન થયું. તેણે જ્ઞાન દ્વારા જોયું કે ભાઈ ક્યાં છે? જોતાં જ તેને ભયંકર દુ:ખ થયું. અરેરે ! મારો ભાઈ તેની સગી મા સાથે ભોગવિલાસ કરે છે. કર્મની ગતિ ન્યારી છે. મારો આત્મા સાદ પાડે છે. સમજાવ માતાને, ભાઈને.
કુબેરદત્તા સાધ્વીજી આકરો વિહાર કરતાં કરતાં મથુરા પધાર્યા. ભાઈને અને માતાને પ્રતિબોધ કરવા માટે સંમતિ લઈને બાળકને પારણે ઝુલાવતાં. ૧૮ પ્રકારની સગાઈ ગાઈ સંભળાવી. ત્યારે જ કુબેરદત્તને-સંસારીપણાના ભાઈને તથા કુબેરસેના-સંસારીપણાની કુબેરદત્તાની માતાને ભાન થયું કે સગા મા-દીકરાએ ભોગવિલાસ કર્યો છે. પાપનો ભયંકર પશ્ચાત્તાપ બન્નેને થયો. બન્નેએ દીક્ષા લીધી જ્ઞાનની ઉપાસનામાં તથા તપ-જપ કરતાં રહ્યાં અને ત્રણે જણે પોતાના આત્માનો ઉદ્ધાર કર્યો.
માનની સજઝાય રે જીવ ! માન ન કીજીએ, માને વિજ્ય ન આવે રે; વિનય વિના વિદ્યા નહીં, તો કિમ સમકિત પાવે રે. રે જીવન સમકિત વિર ચારિત્ર નહીં, ચારિત્ર વિણ નહીં મુક્તિ રે મુક્તિનાં સુખ છે શાશ્વતાં, તે કેમ લહીએ જુક્તિ રે. રે જીવત્ર વિનય વડો સંસારમાં, ગુણમાં અધિકારી રે; માને ગુણ જાયે ગળી, પ્રાણી છે જે વિચારી રે. રે જીવ૦૩ માન કર્યું જો રાવણે, તે તો રામે માર્યો રે; દુર્યોધન ગર્વે કરી, અંતે સવિ હાર્યો રે. રે જીવ૦૪ સૂકાં લાકડાં સારીખો, દુ:ખદાયી એ ખોટો રે; ઉદયરત્ન કહે માનને, દેજો દેશવટો રે. રે જીવ૦૫