________________
જૈન શાસનના ચમકતા હીરાઓ ] ૯૩
કુબેરદત્તા
મથુરાનગરી. નગરીમાં એક પ્રસિદ્ધ વેશ્યા રહે. રૂપવાન અને વૈભવશાળી. નામ એનું કુબેરસેના. કર્મ યોગે એક વાર એને ગર્ભ રહ્યો. વેશ્યાગૃહની માલકણ બાઈએ ગર્ભ પાડી નાખવા કહ્યું,. કુબેરસેના સંમત ન થઈ. બાળકનો જન્મ થતાં શું કરવું એ જોઈશું એમ જણાવી ગર્ભ ન પડાવ્યો.
૪૪.
નવ મહિના પૂરા થતાં કુબેરસેનાને જોડકું જન્મ્યું. એક પુત્ર અને એક પુત્રી. માલકણ બાઈ તો પાછળ પડી હતી. તેને આ કુટણખાનામાં નાનાં બાળક હોય તે ન પોસાય. એવી સમજથી બન્ને બાળકોને એક કપડું વીંટી, તેમના નામની વીંટી પહેરાવી પેટીમાં પૂરી, પેટી યમુના નદીમાં વહેતી મૂકી દીધી. પેટી તણાતી તણાતી શૌરીપુરી નગરીના કાંઠે આવી. કોક બે જણે પેટી જોઈ નદીમાંથી બહાર કાઢી. પેટી ઉઘાડી અને બે બાળકો એમાં જોયાં. બન્ને રાજી થયા. જરૂર પ્રમાણે એક ભાઈએ બાળક અને બીજાએ બાળકી રાખી લીધી. બાળકની આંગળીએ વીંટી હતી, તેનું નામ કુબેરદત્ત લખેલ. બાળકીની આંગળીએ વીંટીમાં નામ કુબેરદત્તા લખેલ. તે પ્રમાણે તેનું નામ રાખ્યું.
બન્ને વયસ્ક થયાં. એક બીજાને ઓળખતાં નથી. માબાપે લગ્ન લીધાં અને કર્મસંજોગે ભાઈ-બેન પતિ-પત્ની બન્યાં.
γ
એક વાર બન્ને સોગઠાંબાજી રમતાં હતાં, ત્યાં કુબેરદત્તની વીંટી ઊછળીને કુબેરદત્તાના ખોળામાં પડી. કુબેરદત્તા વીંટી જોઈ વિચારમાં પડી. બન્નેની વીંટી એક જેવી જ છે. એક જ કારીગરે ઘડી લાગે છે. બન્ને એકસાથે જ બની હોય તેવું દેખાય છે. બરાબર ધારીને જોઈએ તો અમારાં બન્નેનાં રૂપ અને આકૃતિ બધું જ સરખું લાગે છે. શું અમે બન્ને ભાઈ-બહેન તો નહિ હોઈએ ! બન્નેએ પોતાનાં માબાપને પૂછ્યું, ત્યારે ખુલાસો થયો, તેમણે કહ્યું, તમે બન્ને એક પેટીમાંથી નીકળ્યાં હતાં.
કુબેરદત્તા સમજી ગઈ કે આ મારો સગો ભાઈ છે. ભાઈ સાથે લગ્ન કર્યાં એ ઠીક ન કર્યું. ખૂબ પશ્ચાત્તાપ થયો અને વૈરાગ્ય થયો. પરિણામે પાપો ધોવા માટે કુબેરદત્તા દીક્ષા લઈ સાધ્વી બની. તપ, જપ કરીને આત્મ સાધના કરવા લાગી.
કુબેરદત્તને પણ ખબર પડી કે મેં બહેન સાથે લગ્ન કર્યાં છે. હવે આ નગરીમાં મારે શું મોઢું બતાવવું ! તેથી માબાપની આજ્ઞા લઈ તે પરદેશ ગયો. ભાગ્યયોગે ફરતાં ફરતાં તે