________________
જૈન શાસનના ચમકતા હીરાઓ [ ૮૫
અષાઢાભૂતિ
૪૧.
કમળ સુવિભૂતિ તથા જશોદાના પુત્ર અષાઢાભૂતિ તેમને ૧૧ મે વર્ષે ધર્મરુચિ ગુરુ પાસે દીક્ષા લીધી હતી. અષાઢાભૂતિ મહા વિદ્રન અણગાર હતા. વિદ્યાના બળે તેમને કેટલીક લબ્ધિઓ પ્રાપ્ત થઈ હતી. એક લબ્ધિના બળે તેઓ જુદાં જુદાં રૂપ કરી શકતા હતા.
એક વખત તેઓ એક નટને ત્યાં વહોરવા પધાર્યા. નટે ઘરે મોદક બનાવ્યા હતા તે વહોરાવ્યા. ઉપાશ્રયે જઈ ગોચરી વાપરતાં મોદક અત્યંત સ્વાદિષ્ટ અને સુગંધથી મહેક્યો હતો તેથી અષાઢભૂતિ ફરીથી તે નટને ત્યાં જુદું રૂપ લઈ મોદક વહોરી લાવ્યા. મોદક વાપરતાં જીભમાં સ્વાદ રહી ગયો તેથી ફરી પાછું જુદું રૂપ કરી એ જ નટને ત્યાં મોદક વહોરવા ગયા. નટ હોશિયાર હતો એટલે વાતને સમજી ગયો કે એક જ સાધુ જુદાં જુદાં રૂપ લઈ મોદક વહોરી જાય છે . પણ સાધુ ઘણો હોશિયાર છે. તેની રૂપ બદલવાની કળા ખરેખર દાદ માગી લે એવી છે. જો આ સાધુ આપણા થઈ જાય તો એના દ્વારા ઘણું ધન કમાવી શકાય. આમ વિચારી નટે પોતાની બે દીકરી કે, જેમના નામ ભુવનસુંદરી તથા સુંદરી હતાં તેઓને સમજાવ્યું કે ગમે તેમ કરી આ મુનિને ભોળવી લો. આવી પોતાના પિતા તરફથી છૂટ મળવાથી નવજવાન બન્ને દીકરીઓ એ સાધુ પાછા બીજી વખત આવ્યા ત્યારે હાવભાવ લટકાં-મટકાં અને નખરાં કરી મુનિને મોહાંધ ર્યા અને કહ્યું, અરે નવજવાન, ઘરેઘરે શું કરવા ભિક્ષા માટે જાઓ છો? અહીં જ રહી જાઓ. આ જુવાન કાયા તમને સોંપી દેશું. મુનિ ચિત્તથી તો ભ્રષ્ટ થયા જ હતા અને વિષયવિલાસ ભોગવવા તૈયાર થયા. પણ અષાઢાભૂતિએ ગુરુ પાસે જઈ ગુરુ આજ્ઞા લઈ જલદી પાછો આવીશ એમ કહી, ઉપાશ્રયે પહોંચી ગુરુને બધી વાત કરી કહ્યું, ધરે ઘરે ભિક્ષા માગવાનું મારાથી નહીં બને. આ ચારિત્ર પાળવું હવે મારા માટે મુશ્કેલ છે. બે નાટકણી જોઈ છે, તેની સાથે સંસારના ભોગ ભોગવવા છે માટે મને રજા આપો. ફક્ત આપની રજા લેવા આવ્યો છું.”
ગુરુજીએ ઘણું સમજાવ્યું, “નારીના મોહમાં આવું અપયશ આપતું કામ તું શું કરવા કરે છે? આ નારીઓ તને દુર્ગતિમાં નાખશે. તેઓ કુડ-કપટની ખાણ છે." વગેરે બોધ આપ્યો પણ મોહાંધ થયેલા અષાઢાભૂતિએ ગુરુજીની વાત ન માની તેમને