________________
જૈન શાસનના ચમકતા હીરાઓ ] ૮૪
દેવદેવીએ રોતી કકળતી કલાવતી પાસે નમન કરી બાળક પોતાના હાથમાં લીધું અને બાજુમાં જ સાવ નાનો મહેલ બનાવી તેમાં સોનાની માંચી બનાવી તેમાં બાળક સાથે બેસાડી હીંચોળવા માંડ્યા. કલાવતી નવકાર મંત્રનો જાપ કર્યે જતાં હતાં અને બન્ને બાકી રહેલા હાથ સાફસૂફ કરવા પાણીમાં બોળ્યા. સતીત્વના અને નવકાર મંત્રના પ્રતાપે બન્ને હાથ બેરખાં સહિત પાછા હતા તેવા થઈ ગયા.
પણે રાજાજી પાસે બન્ને કાપેલાં કાંડાં બેરખા સાથે પહોંચી ગયાં. તેવામાં દેવ નિમિત્તિયાનો વેશ લઈ રાજાજી પાસે આવ્યા. રાજાજીને પ્રમાણ કરી તેમની સામે બેઠા. ઉદાસ રાજાજીને જોઈ ઉદાસીનતાનું કારણ પૂછતાં રાજાજીએ બનેલી હકીકત જણાવી. નિમિત્તિયાએ બન્ને કાંડાં જોઈ કહ્યું. આ બેરખાં તો કલાવતીના બે ભાઈઓ, યસેન અને વિજ્યે મોકલેલ છે. તેમનાં નામ પણ બેરખા ઉપર છે. આ જાણી રાજા સખ્ત આધાત પામ્યો. સેવકોને કલાવતીની ભાળ કાઢવા દોડાવ્યા અને જંગલમાં જે સેવકો કલાવતીને મૂકી આવ્યા હતા. તેમની સાથે જઈ કલાવતી પાસે પહોંચી ગયા. કલાવતીને સોનાના હિંચકે બાળક સાથે હિંચતી જોઈ હર્ષ પામ્યા.
કલાવતી પણ પતિને આવતા જોઈ અતિ હર્ષ પામી, સામે દોડતી આવી પતિના હાથમાં પુત્રને મૂકી દીધો.
શ્રી મહાવીર સ્વામી વિચરતા હતા, તેમની પાસે જઈ રાજા-રાણીએ ક્યા કર્મના કારણે હાથ કપાયા તેનું કારણ પૂછ્યું. ભગવાને પૂર્વભવ જણાવ્યો કે, "તું કલાવતી એક રાજાની કુંવરી હતી અને આ રાજાનો જીવ એક પોપટ હતો. તે પાંજરામાંથી ઊડી ન જાય તે માટે તેની પાંખો તેં કાપી હતી તેથી તે પોપટના જીવ રાજાજીએ તારાં કાંડાં કાપ્યાં હતાં."
કલાવતીએ હવે સંસારમાં રહેવું યોગ્ય ન લાગ્યું. “તમે તમારી વસ્તુ સંભાળો એમ કહી રાજાજીને પુત્ર સોંપી દીધો અને પ્રભુ પાસે સંયમ લીધો અને શીયળના પ્રભાવે ઉત્તમ સંયમ પાળી મુક્તિ પામ્યાં.
દીન દુ:ખી તથા અશક્ત વગેરે જીવો પ્રત્યે દયાપૂર્વક દુ:ખ દૂર કરવાની વૃત્તિ તે કરુણા.