SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ થયા દાયકાના વમય પર દષ્ટિપાત મુકાએલા શબ્દ સર્વમાન્ય કે ચલણી બનશે જ એવું કહી શકાય તેમ પણ નથી, તેમ છતાં લગભગ તમામ શબ્દપ્રયોગ પાછળ તેના જકની કઈ ને કઈ સિદ્ધાંતિક વિચારશ્રેણિ તે કામ કરતી થઈ ગઈ છે. “ભગવદ્ ગોમંડળ': ગોંડલનરેશ શ્રી. ભગવતસિંહની અવિરત શ્રમસાધનાના અને વિદ્વત્તાના ફળરૂપ આ બૃહત શબ્દકોશ અત્યાર સુધીમાં લગભગ દોઢેક હજાર પાનાંના પ્રત્યેક એવા પાંચ ગ્રંથમાં “અ” થી “નિ' સુધીના વર્ષોથી શરૂ થતા શબ્દોને સમાવે છે. એમાં બધા મળીને લગભગ દોઢેક લાખ શબ્દને અને દસેક હજાર રૂઢિપ્રયોગોને સમાવેશ થયેલ છે. શબ્દોનાં મૂળ અને તેમના શક્ય તેટલા બધા જ અર્થો તેમાં ઠાંસી ઠાંસીને ભરવાનો પ્રયત્ન થયો છે. એકંદરે આજ સુધીમાં શબ્દકોશ જવાના થયેલા અખતરાઓમાં આને ભગીરથ પ્રયત્ન કહી શકાય. એમાં તદ્વિદેને કદાચ અર્થશુદ્ધિ, શાસ્ત્રીયતા કે ચક્કસતાની ખામી કાઢવી હશે તે નીકળશે, પણ એમનું સમૃદ્ધ શબ્દભંડોળ ભાવી કેશકારને વિપુલ કાચા માલ તરીકે તો સારી પેઠે ખપ લાગશે, એમાં સંશય નથી. “સાર્થ જોડણીકોશ ': ગાંધીજીની પ્રેરણાથી વિદ્યાપીઠે તૈયાર કરેલા આ ગ્રંથની આ ચોથી સુધારેલી વધારેલી આવૃત્તિ છે. અગાઉની આવૃત્તિઓમાં શબ્દોની કેવળ જોડણી, તેના અર્થ, તેના ઉચ્ચાર અને કુલ શબ્દસંખ્યાના બેતાળીસ ટકા જેટલા તત્સમ શબ્દોની વ્યુત્પત્તિ મુકાઈ હતી. પ્રેસ્તુત નવીન સંસ્કરણમાં શબ્દભંડળ આશરે પણ લાખની સંખ્યાએ પહોંચ્યું છે; એમાં લગભગ તમામ શબ્દની વ્યુત્પત્તિ ઉપરાંત શબ્દપ્રયોગો અને વિવૃત્ત એ-એ, હકાર તથા ય–કાર શ્રતિ, બે અનુસ્વાર ને અલ્પપ્રયત્ન ય-કારનાં વિશિષ્ટ ઉચ્ચારણ પણ બતાવ્યાં છે. બાહ્ય કદ તેમજ અંતરંગની દૃષ્ટિએ આ આવૃત્તિમાં ગુજરાતી શબ્દકેશને શક્ય તેટલે સંપૂર્ણ બનાવવાનો પ્રયત્ન થયે છે. જોડણીની શુદ્ધ અને શાસ્ત્રીય વ્યવસ્થા કરવામાં, અર્થની બાબતમાં, ઉચ્ચારણની વિશિષ્ટતા તથા શબ્દપ્રયોગોના નિદર્શનમાં આ કેશ આજ લગી પ્રગટ થયેલા કેશોમાં સૌથી વિશેષ શુદ્ધ અને પ્રમાણભૂત છે, પણ વ્યુત્પત્તિમાં કેશને છાજે તેવી શાસ્ત્રીયતા તેમાં સચવાઈ નથી. એમાં અનેક શબ્દની વ્યુત્પત્તિ કેવળ તર્ક અને અનુમાનથી દેરાઈને આપવામાં આવી છે ને ઘણે સ્થળે શંકાસૂચક પ્રશ્નચિહ્ન મૂકીને ચલાવી લેવું પડયું છે. પરિણામે, કેશનું આ મહત્વનું અંગ વિકૃત બની ગયું હેઈ જુદી જુદી દિશામાંથી તેની આ આવૃત્તિ ટીકાપાત્ર બની છે.
SR No.032069
Book TitleGranth Ane Granthkar Pustak 10
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1952
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy