SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ આ ગ્રંથ અને ગ્રંથકાર ૫૦ ૧૦ કેળવણી ઇતિહાસ, રાજકારણ આદિ વિષયના સાહિત્ય કરતાં આ દાયકે શિક્ષણના સાહિત્યનો ફાલ ઠીક ઠીક હે જણાય છે. એમાં “કેળવણીવિકાસ” અને “કેળવણીવિવેક” (રા. મશરૂવાળા), “કેળવણીની પગદંડી' (શ્રી. નાનાભાઈ ભટ્ટ), “આત્મરચના અથવા આશ્રમી કેળવણી” (રાજુગતરામ દવે ), “શિક્ષણ અને સંસ્કૃતિ' (શ્રી. રવિશંકર મહારાજ ), જીવન દ્વારા શિક્ષણ” (શ્રી. શિવાભાઈ ગે. પટેલ), “ચાર મોરચાની કેળવણી' (દામુભાઈ શુકલ), “નવી કેળવણીના દાર્શનિક પાઠની વિચારણા (રા. પુરુષોત્તમદાસ શાહ), “ભીંતપત્ર દ્વારા લેકશિક્ષણ' (શ્રી. બબલભાઈ મહેતા), “સાર્જન્ટ પેજના' (હરભાઈ ત્રિવેદી), ‘હિંદી સરકારની શિક્ષણજના (વિઠ્ઠલદાસ કોઠારી) “ઘરશાળા અને શેરી' (ગિરીશભાઈ ભટ્ટ ), “સેવિયેટ શિક્ષણ' (પ્રસન્નવદન વકીલ), “સહ-શિક્ષણ' (અનામી) ગ્રામસેવાના દસ કાર્યક્રમો (જુગતરામ દવે) વગેરે સંખ્યાબંધ પુસ્તકોને સમાવેશ થાય છે. “શિક્ષણ સાધના' (આચાર્ય ક્ષિતિમોહન સેન), સમર્થ શિક્ષણશાસ્ત્રી એલ. પી. જેફસનાં પુસ્તકોના અનુવાદો તથા “આત્મશિલ્પની કેળવણી” (રા. મુનશી) આ જ દાયકામાં પ્રગટ થયાં છે, પણ અનુવાદ હેવાથી તેમને માત્ર નિર્દેશ જ કર્યો છે. કેળવણીવિવેક” અને “કેળવણીવિકાસ' બંને પુસ્તકે આપણું સમર્થ લોકહિતચિંતક શ્રી. કિશોરલાલ મશરૂવાળાના કેળવણીવિષયક લેખોના સંગ્રહો છે. ગાંધીજીએ રાષ્ટ્રીય શિક્ષણને પ્રયોગ સાબરમતી આશ્રમમાં કરેલે. તેની ભાવના, વ્યવહારક્ષમતા અને ઉપયોગિતા વિશે ચર્ચા કરતા કાકાસાહેબ નરહરિભાઈ અને કિશોરલાલભાઈએ સંખ્યાબંધ લેખે લખેલા. તેમાંથી “નયી તાલીમ'નું ધ્યેય, સાધન ઈત્યાદિ સમજાવતા કિશોરલાલભાઈના લેખે તેમની વ્યાપક, સૂક્ષ્મ અને મૌલિક પરીક્ષકબુદ્ધિની તથા શિક્ષણસૂઝની પ્રતીતિ કરાવે છે. ઉદ્યોગ દ્વારા કેળવણીની હિમાયત, શ્રમજીવી સંસ્કૃતિનું ગૌરવ, ઈતિહાસના શિક્ષણ વિશેને તેમને વિલક્ષણ મત, મનુષ્યની જીવનવ્યાપી, સર્વાગી કેળવણીની અગત્ય, માનવજીવન અને વિશ્વજીવનનો સમન્વય, ઉચ્ચશિક્ષણ અને પ્રાથમિક શિક્ષણ, માણસાઈની, પ્રતિષ્ઠાની અને નિર્વાહની કેળવણી, વિલાસ અને ભગવૃત્તિને ઉશ્કેરનારા શાળા-કૅલેજોના મેળવડાઓ આ બધા મુદ્દાઓ આ બંને લેખસંગ્રહોમાં સ્પષ્ટતાથી ચર્ચાયા છે. જીવનમાં કેળવણીને યોગ્ય વિનિયોગ નહિ કરી
SR No.032069
Book TitleGranth Ane Granthkar Pustak 10
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1952
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy