________________
ગયા દાયકાના વાડ્મય પર દષ્ટિપાત થયેલું છે. એને પંડિત સુખલાલજીની વિચારપ્રેરક પ્રસ્તાવનાને સુયોગ પ્રાપ્ત થયેલ છે. લેખકેના વક્તવ્યને ઝોક જીવનના સ્વલક્ષી નહિ પણ વિધલક્ષી બેય તરફ, સ્વતંત્ર વૈયક્તિક સત્યજની પ્રવૃત્તિ તરફ અને વ્યક્તિગત તેમજ સામાજિક સદાચાર તરફ વિશેષ વળે છે. લેખમાં આપણું ઘણું ઈશ્વર-વિષયક ભ્રમોનું, અવતારવાદ કે ગુરુપૂજાવાદનું અને દાર્શનિક તત્ત્વજ્ઞાનની પરંપરા ચાલુ રહેલી કેવળ ભાષ્યો જ રચવાની પ્રવૃત્તિને પોષવાના વલણનું સચોટ દલીલેપૂર્વક ખંડન થયેલું છે. આપણે ત્યાં તત્ત્વવિચાર કેવળ પરંપરિત દર્શનના પડછાયામાં જ મોટે ભાગે રજુ થતો હોય છે. શ્રી. મશરૂવાળાએ ધર્મ અને તત્વજ્ઞાનના વિવિધ પ્રશ્નોની મૌલિક દૃષ્ટિએ છણાવટ કરી પ્રાચીન રહસ્યને આત્મસાત કર્યા બાદ “આતમની સુઝ' વડે તેના ઉપર અને પ્રકાશ નાખે છે. એમની મનનશીલતા, સત્યનિષ્ઠા અને તર્કશકિત ગમે તેવા ગહન વિષયની આમૂલ પકડ દ્વારા વિશદ આલેચના કરી બતાવે છે. પંડિત સુખલાલજીએ ગ્રંથની પ્રસ્તાવનામાં યોગ્ય જ કહ્યું છે કે “કોઈ અંતઃપ્રજ્ઞાની અખંડ સેર લેખકના મનમાં નિરંતર વહ્યા કરે છે આ દૃષ્ટિએ “સંસાર અને ધર્મ' આ વિભાગનું ઉત્તમ પુસ્તક છે.
મોત પર મનન' આપણું એક શ્રદ્ધાળુ ધર્મચિંતક અને સંમાન્ય અધ્યાપક શ્રી. રાવરને મૃત્યુની અનિવાર્યતા અને મહત્તા સમજાવતે ચિંતનગ્રંથ છે. અનેક ઉદાહરણો અને અનુભવ પ્રસંગો દ્વારા તેમણે મૃત્યુનું ઈશ્વરની યોજનામાં શું સ્થાન છે તે બતાવ્યું છે. મૃત્યુની મંગલતા, મૃત્યુ પછીની સ્થિતિ, કર્મ અને પુનર્જન્મના સિદ્ધતિ, વિવિધ ધર્મોને મૃત્યુ અને મરણોત્તર જીવનવિષયક ખ્યાલ વગેરે બાબતો વિશે ચોકસાઈથી અનેક દલીલ અને દુનિયાની કેટલી ય ભાષાઓનાં સાહિત્યમાંથી વીણેલાં અઢળક અવતરણો દ્વારા પ્રે. દાવરે વિષય પર અપૂર્વ પ્રકાશ પાડયો છે. ગ્રંથમાં લેખકની બહુશ્રુતતા, તુલનાત્મક દૃષ્ટિ, ધાર્મિકતા અને સનિષ્ઠા વરતાઈ આવે છે.
અન્ય બે પુસ્તકમાં “જ્ઞાનગી ચંદુભાઈ સાથેને અધ્યાત્મ વાર્તાલાપ' રાંદેરના બ્રહ્મનિષ્ઠ સંસારગી ચંદુભાઈની ધર્મ, તત્ત્વજ્ઞાન, સાધના, એગ અને વ્યવહારને લગતા અનેક પ્રશ્નો પરની આંતર સૂઝથી પ્રગટેલી જ્ઞાનવાણીનું પુસ્તક છે. તેમના આધ્યાત્મિક અનુભવો અને સરલ સૌમ્ય વ્યક્તિત્વ તેમની ભાષા અને વિચારણામાં બળ પૂરે છે. એવું જ