________________
ગયા દાયકાના વાણમય પર દષ્ટિપાત સદીને દેશવટ' નામે તેને ઉપેદ્દઘાત ઉમાશંકરને કવિ “બાલ” પ્રત્યેને પ્રમાદર બતાવે છે. કાવ્યોને સમજવા સંપાદકે “બાલમંદિની” નામે આપેલી ટીકા તેમની બુદ્ધિચાતુરી અને રસદષ્ટિને ઠીક ખ્યાલ આપે છે.
આ ઉપરાંત શ્રી. ચંદ્રશંકર પ્રા. શુકલસંપાદિત “પીરામીડની છાયામાં, પ્રો. ઠાકરસંપાદિત “આપણું કવિતાસમૃદ્ધિ', પૃ. રાવળ અને સ્વ. નવલરામ ત્રિવેદી સંપાદિત બુદ્ધિપ્રકાશ : લેખસંગ્રહ : ભા. ૧-૨', . ધીરુભાઈ ઠાકરસંપાદિત “મણિલાલની વિચારધારા” અને “મણિલાલના ત્રણ લેખો', ચુનીલાલ શાહ, બચુભાઈ રાવત અને કે. કા. શાસ્ત્રીસંપાદિત ગ્રંથ અને ગ્રંથકાર-પુ. ૯', દી. બ. ઝવેરીસંપાદિત “ગુજરાતની ગઝલે', શ્રી. અંજારિયા સંપાદિત “કાવ્યસૌરભ', શ્રી. ગુલાબદાસ બ્રોકરસંપાદિત “આપણું શ્રેષ્ઠ વાર્તાઓ.” મધુભાઈ પટેલ સંપાદિત “ગુજરાતનાં લોકગીતો',
કવિતા” માસિકમાં પ્રગટ થયેલાં કાવ્યોમાંથી ચૂંટેલ કાવ્યસંગ્રહ “ચયનિકા” આદિ વિવિધ દૃષ્ટિ, રુચિ અને પ્રયોજનને અવલંબીને આ દાયકે પ્રસિદ્ધ થયાં છે. “સાહિત્ય પરિષદ પ્રમુખનાં ભાષણે', “ગુ. સા. પન્ના તેરમા સંમેલનને અહેવાલ તથા નિબંધસંગ્રહ', “ઈતિહાસ સંમેલનઃ નિબંધસંગ્રહ”, “રંગભૂમિ પરિષદ”, “રવિવંદના', “શ્રી. હૈમ સારરવતસત્રને અહેવાલ', “શ્રી. ગુરુમુખવાણી વગેરે પુસ્તક વિશિષ્ટ સમારંભ નિમિત્તે અધિકારી સંસ્થાઓ અને વ્યક્તિઓની અક્ષરપ્રવૃત્તિના હેવાલ કે પ્રતીકરૂપ છે એમ કહી શકાય.
આ સૌમાં “પીરામીડની છાયામાં મિસરની પ્રાચીન સંસ્કૃતિ અને સાહિત્યની ભરપૂર સામગ્રીએ, સંપાદકની વ્યવસ્થિત યોજના, સંકલન અને અનુવાદકલાએ તથા તેના મૂલ્યવાન વિવરણ કરીને વિશેષે શોભે છે. “આપણી કવિતાસમૃદ્ધિ” તેમાંના કાવ્યપસંદગીના ધોરણે નહિ તેટલી તેના ઉદ્દઘાત-વિવરણ અને આયોજન પરત્વે મહત્વની કરે છે. “બુદ્ધિપ્રકાશ ; લેખસંગ્રહ’ ગુજરાતના જુના શિષ્ટ સામયિકમાંના વિધવિધ કોટિનાં વિષય અને શૈલીના સત્ત્વશીલ લેખોને ગ્રંથસ્થ કરી આપે છે. “મણિલાલની વિચારધારા” અને “મણિલાલના ત્રણ લેખોગુજરાતના ઉપેક્ષા પામેલા એક સમર્થ ચિંતકના અભ્યાસપાત્ર છતાં અપ્રાપ્ય બનતા જતા નિબંધને, અભ્યાસોપગી માહિતી અને દૃષ્ટિ સમેત, સુલભ કરી આપે છે.
આ રીતે આ દાયકાના વાડ્મયને સંશોધન-સંપાદન વિભાગ ઠીક માતબર બને છે એમ કહી શકાય.