________________
પ્રત્યેક લેખક વિશે બને તેટલી શુદ્ધ ને સંપૂર્ણ માહિતી આપવાના 1 આશયથી તેમને વિશે લખાયેલાં પુસ્તકોમાંથી તેમજ જાણકાર વ્યક્તિઓ ર પાસેથી પ્રમાણભૂત વિગતો એકઠી કરીને અહીં ઉપયોગમાં લીધી છે. તેમ
છતાં કઈ સ્થળે માહિતીની અપૂર્ણતા કે હકીકતદોષ રહી જવા પામ્યાં હોય એ અસંભવિત નથી. વિદ્યમાન ગ્રંથકારો વિશેનું ઘણું ખરું લખાણ બે વર્ષ પહેલાં છપાઈ ગયેલું હોવાથી* ઘણુની ઈ. સ. ૧૯૫૦ પછીની પ્રવૃત્તિને અહેવાલ મૂકી શકાયો નથી.
આ કાર્યને અંગે કેટલાક લેખકેએ, વારંવાર યાદ દેવડાવ્યા છતાં, માહિતી પૂરી પાડી નથી; પણ મોટા ભાગનાએ વિગતે ભરીને માહિતીપત્ર વિના વિલંબે મોકલી આપ્યો તે બદલ તેમને આભાર માન જોઈએ. ૧૯૪૧ થી ૫૦ સુધીની વાડ્મય-પ્રવૃત્તિને ક્યાસ કાઢવા માટે જોઈતી વિગતો મેળવવામાં ગુજરાત સાહિત્ય સભા તરફથી છેલ્લાં દસ વર્ષમાં પ્રસિદ્ધ થયેલી કાર્યવાહીઓને ઉપયોગ કરવો પડયો છે. આને અંગે અમે અહીં જે તે સમીક્ષકેનું ઋણ કૃતજ્ઞભાવે સ્વીકારીએ છીએ. શ્રી. હિંમતલાલ ગણેશજી અંજારિયા, શ્રી. દુર્ગાશંકર કે. શાસ્ત્રી, પં. શ્રી. બેચરદાસ દેશી, શ્રી. શંકરલાલ ઠા. પરીખ, શ્રી. નટવરલાલ ઈ. દેસાઈ, શ્રી. બચુભાઈ રાવત, શ્રી. જયશંકર સુંદરી), શ્રી. ઠાકરલાલ શ્રીપતરાય ઠાકર અને શ્રી. મનુભાઈ જોધાણીએ પણ કેટલાક વિદ્યમાન તેમજ વિદેહ સાક્ષર વિશે જોઈતી માહિતી મેળવવામાં ઊલટપણે સહાય કરીને અમને તેમના ઋણી બનાવ્યા છે. અનેક ગુજરાતી સાક્ષને 'માનસિક સંપર્ક સાધવાની તક આપવા બદલ ગુજરાત વિદ્યાસભાને, અને
બમવાની અનુકૂળ વ્યવસ્થા કરી આપવા બદલ આદિત્ય મુદ્રણાલયના સંચાલક શ્રી. મણિલાલ મિસ્ત્રીને પણ અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. ગુજરાત કોલેજ, અમદાવાદ )
ધીરુભાઈ ઠાકર દીવાસ, સં. ૨૦૦૮ ઈ
ઈન્દ્રવદન હવે
* શ્રી. પુત્તમ જોગીભાઈ ભટ્ટને પરિચય પાયો તે પછી થેડે જ વખતે તેમનું અવસાન થયું છે, તેની અહીં સખેદ નેધ લેવી પડે છે.