SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ થશે અને ગ્રંથકાર પુ. ૧૦ * બીજા વિશ્વયુદ્ધને પરિણામે કે આધુનિક જીવનભસને કારણે આમ બન્યું હોય એમ ઘડીભર લાગે, પણ તે કારણે સંગીન નથી. કેમકે સાચા . સર્જકને પ્રાણ તે હમેશાં સંવેદનશીલ હોય છે. સર્જક મનુષ્ય છે; મનુષ્યસહજ સર્વ મર્યાદાઓથી એ બંધાયેલું છે એ સાચું. પણ ઉપાધિઓ, યાતનાઓ કે ભયથી ગભરાઈને એ સામાન્યની જેમ પ્રલોભનો, સ્વાર્થો અને અસત્યને વશ થઈ જાય એવું એને વિશે કેમ માની શકાય ? એની સંવેદના ઊલટી આવા ગજગ્રાહથી વધુ તીવ્ર બને; બુટ્ટી ન બની જાય. કારણ કે સાચે સજક સર્વસાધારણ શુદ્ધ માનવને ભક્ત છે અને તે માનવ જ તેનું રસકેન્દ્ર છે. એનું હૃદય કરુણાથી માતબર છે. એનું ચિત્ત સંસારસાગરનાં અનેક મુંજાથી ભિજાય તો પણ કમલપત્રના જેવું ઊર્ધ્વસ્થ અને પ્રફુલ્લ જ સદા રહે. ફ્રાન્સ, ઈટલી અને રશિયાએ બીજા વિશ્વયુદ્ધની પારાવાર ભયંકર અસર અનુભવી છતાં યુદ્ધ દરમિયાન એ દેશોની સર્જનપ્રવૃત્તિ વધુ ચેતનવંતી શાથી બની ? સર્જનશક્તિમાં આવેલી ઓટનું કારણ આ દાયકાની બાહ્ય વિષમ પરિસ્થિતિઓમાં નહિ, પણ સર્જકમાં પિતામાં જ શોધવું ઘટે. જીવન જીવવા, જીવનને મૂલવવા, જીવનનું ખરું ને તાત્ત્વિક રહસ્ય પ્રીછવવા કેવળ તેનું અવલોકન કે પૃથક્કરણ કરવું બસ થશે નહિ. જેમ કેવળ લાગણીથી નહિ તેમ કેવળ બુદ્ધિથી પણ જીવનનું સત્ય દર્શન થશે નહિ. એ દર્શને આવે છે સર્જકના ઘટ સાથે ઘડાઈ ગયેલી તેની ઉમેષશાલિની જીવનશ્રદ્ધાના તેણે કલામાં અનુભવેલ આત્મસાક્ષાત્કારમાંથી. પ્રાચીન સર્જકોમાં જીવનના વ્યવહાર પરત્વે, જીવનના હેતુ અને સ્વરૂપ પરત્વે જેવી દઢ શ્રદ્ધા હતી; પંડિતયુગના સર્જકોમાં લગ્ન, નીતિ, સમાજજીવન અને મનુષ્યની ઊર્ધ્વગામી પ્રવૃત્તિઓ વિશે જે અપાર અનુરાગ હતો; ગાંધીજીએ આત્મમંથન અને રચનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા જે વિશિષ્ટ દર્શન તત્કાલીન સજ'કામાં ઉગાડ્યું હતું એમાંનું કશુંક કે એવું કશુંક આ દાયકાના સજની શ્રદ્ધા–લગનીનું અધિકારી ભાગ્યે જ બની શકયું છે. એથી આ દાયકાના ઘણાખરા સર્જકે કાં તે ફેશન પ્રમાણે આગલા દાયકાની જીવનદષ્ટિનાં ઉચ્ચારણો માત્ર કર્યા કરે છે, અથવા પશ્ચિમનાં વિચારવલણને તૈયાર “ગાઉન' જ પહેરી લે છે. એકંદરે આ દાયકાના સર્જનાત્મક સાહિત્યમાંથી ચિરંજીવ જીવનદર્શનને સ્થિર પ્રકાશ ભાગ્યે જ જોવા મળે છે. સાહિત્યકાર જીવનથી મુક્ત બની સાહિત્યસેગઠાં ખેલી નહિ શકે. લોકપ્રિયતા કે રંજનના કુવામાં ડૂબકિયાં ખાતાં ખાતાં વિશાળ ને જટિલ
SR No.032069
Book TitleGranth Ane Granthkar Pustak 10
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1952
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy