________________
થયા દાયકાના વાય પર દષ્ટિપાત સામાન્ય જણાય છે. જૂના અને પીઢ વાર્તાલેખકોએ કઈ કઈ સરસ વાર્તાઓ આપી નથી એવું નથી; પણ એકંદરે એ પેઢીએ આ દાયમના નવલિકાસાહિત્યમાં કશું નવીન પ્રસ્થાન કર્યું દેખાતું નથી.
શ્રી. ધૂમકેતુકૃત “આકાશદીપ', “પરિશેષ ', “વનયા” અને. મેઘબિંદુ'; દ્વિરેફકૃત “દ્વિરેફની વાતો” ભા. ૩; રમણલાલકૃત “રસબિંદુ' તથા, “કાંચન અને ગેરુ'; સુંદરમકૃત “ઉન્નયન', ઉમાશંકરકૃત “અંતરાય; મેઘાણીકૃત “વિલેપન” “માણસાઈના દીવા” અને “રંગ છે બારોટ'; ગુલાબદાસ બ્રોકરના “વસુંધરા', “સૂર્યા” “અને ઊભી વાટે'; ચુનીલાલ: શાહને “રૂપાને ઘંટ'; ગુ. આચાર્યને “તરંગ'; સોપાનને ત્રણ પગલાં'; વિનોદરાય ભટ્ટકૃત “મેઘધનુષ’ અને ‘એને પરણવું હતું, રસિકલાલ છો. પરીખકૃત “જીવનનાં વહેણે '; “ચાઘરના લેખકમંડળે પ્રગટ કરેલ તેને બીજો ભાગ —આ છે જુના નવલિકાકારો પાસેથી આ દાયકે મળેલા નવા નવલિકાસંગ્રહે. આમાંથી “પરિશેષ', “માણસાઈના દીવા', 'વિલોપન', “ઊભી વાટે', તથા “કાંચન અને ગેરુ' જેવા વાર્તાસંગ્રહ આ દાયકાનાં નોંધપાત્ર પ્રકાશનો ગણાય.
આ દસ વર્ષમાં કેટલાક નવીન આશાસ્પદ વાર્તાલેખકે આ ક્ષેત્રને સાંપડ્યા તે પન્નાલાલ પટેલ, ઈશ્વર પેટલીકર, ચુનીલાલ મડિયા, જયંતી દલાલ, સ્ના ખંડેરિયા, બાબુભાઈ વૈદ્ય, ઉમેદભાઈ મણિયાર, મુરલી. ઠાકુર, ચંદુલાલ પટેલ, દર્શક, સ્વ. હરજીવન સોમૈયા, રમણલાલ સોની,. હરિકૃષ્ણ વ્યાસ, જયભિખુ, સત્યમ, ઈન્દ્ર વસાવડા, અશોક હર્ષ, ડો. જયંત ખત્રી, બકુલેશ, નિરુ દેસાઈ, પ્રશાન્ત, પૂર્ણાનંદ ભટ્ટ, દેવશંકર મહેતા, પ્રહલાદ બ્રહ્મભટ્ટ, મકનજી પરમાર, કાન્તિલાલ પરીખ, અરવિંદ શાસ્ત્રી, રણજિત શેઠ, વર્મા-પરમાર, વ્રજલાલ મેઘાણી, નાથાલાલ દવે, સ્વમસ્થ, સુરેન્દ્ર ત્રિપાઠી અને ઉમેશ કવિ. આ પાંત્રીસથી ય વધુ. નવા લેખકો તરફથી એકંદરે લગભગ ૬૦ જેટલા વાર્તાસંગ્રહ મળ્યા છે.. વાર્તાલા, જીવનતત્વની પકડ, શબ્દ-સામર્થ્ય, રસનિષ્પત્તિ અને પ્રયોગવિધ્યની દષ્ટિએ ઉપરના નવીન લેખકોમાંથી પનાલાલ, પેટલીકર, મડિયા અને જયંતી દલાલ વિશેષ શક્તિવાળા જણાયા છે.
સ્ના ખંડેરિયા, મણિયાર, મુરલી ઠાકુર, બાબુભાઇ, રણજિત શેઠ આદિ જાણે અજાણે ધૂમકેતુ --- મેઘાણીની વાર્તાશૈલીને અનુસરે છે. પણ નવીન લેખકોને માટે ભાગ બહુધા દ્વિરેફ-ઉમાશંકર-સુંદરમની શૈલી
ચં. ૫