________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૧૦
કુટુંબી જનો, ખેડૂતે, મજુરો, બહારવટિયાઓ, વેશ્યાઓ, અછૂતે આદિનાં જીવનઘર્ષણનાં ચિત્રો તે બે દાયકાઓ જૂનાં છે.
પરંતુ એ સર્વમાં મધ્યબિંદુએ રહેતી આધુનિક જીવનની વિષમતા, યુદ્ધોતર પરિસ્થિતિએ પલટાવેલ વ્યક્તિનાં સામાજિક અને નૈતિક જીવનધોરણ તેમજ લોકમાનસ અને દૃષ્ટિ એમાં ખાસ ધ્યાન ખેંચે છે. ભાવનામય દષ્ટિકોણથી આલેખાયેલાં સંસારચિત્રો એમાં નથી મળતાં એમ નહિ, પણ લેખકોને સ્ત્રી-પુરુષ સંબંધને સમજવાને નૂતન દૃષ્ટિકેણ, સામાજિક રીતરસમો પરત્વે ઝડપથી બદલાયેલી વિચારશ્રેણી, વૈજ્ઞાનિક દ્રષ્ટિને નામે જાતીય આકર્ષણને પુરસ્કાર અને ગુના–પાપ-વિકૃતિનું કારણ સમાજની નાગચૂડ, આર્થિક ભીંસ, શાસન પદ્ધતિ, પરંપરિત વારસ, બચપણના સંસ્કાર કે અજ્ઞાન છે એવું વિચારવલણ સંસારનું ભાવનામય કરતાં વાસ્તવિક દર્શન જ વધારે કરાવે છે. આ દાયકાના સાહિત્યમાં સમકાલીન જીવનનું સૌથી વધુ ઘેરું અને પૂર્ણ પ્રતિબિંબ ઝિલાયું હોય તો તે કાવ્ય કે નાટકમાં નહિ પણ નવલકથા અને નવલિકાના સાહિત્યપ્રકારોમાં નવલકથાના કલાવિધાનને વિકાસ આ દાયકામાં ઠીક થયો ગણાય. વસ્તુની આકર્ષક માંડણ, વાર્તાના મધ્ય ભાગ સુધી વધતે રહેતે કથારસ, પ્રસંગોના પ્રકાશમાં પાત્રોના ચારિત્ર્યનું ક્રમશઃ થતું સ્ફટીકરણ, યોગ્ય વાતાવરણને ઉડાવ, નાટયાત્મક પ્રસંગેનું ઘડતર, સ્થળ-પાત્રને અનુરૂપ રસાળ ગદ્યશૈલી ભાવપષક ચબરાકિયા સંવાદ અને સંઘર્ષ તને આ સંભાર આ દાયકાની સારી ગણાય તેવી પચીસેક નવલકથાઓમાં પ્રતીત થાય છે. તેમ છતાં “માનવીની ભવાઈ', મળેલા જીવ', “જનમટીપ', “ખંડિત કલેવરો” અને “અણખૂટ ધારા” જેવી પાંચેક નવલકથાઓ સિવાયનીના અંત ઉતાવળિયા અને શિથિલ માલૂમ પડે છે. પાત્રોનું વર્તન, ભાવસંધર્ષણ કે પ્રસંગયોજના અન્યથા સારી નવલેના ઉત્તરાર્ધમાં પણ અસંબદ્ધ કે બનાવટથી દાખલ કર્યા હોય તેવાં કૃત્રિમ જણાય છે.
આ દાયકાના કેટલાક નવલકથાકારેનું ઘડતર ગામડામાં થયું હોવાથી ગ્રામજીવનનું ભાતું તેમણે સારી પેઠે બાંધ્યું છે. તેથી ગ્રામધરતીનાં વસ્તુ અને પાત્રો સાથે તેમનાં પહેરવેશ, બોલી, રીતરસમ, સ્વભાવ અને જીવનપ્રશ્નોનું નિરૂપણ વાતાવરણને વફાદાર રહીને તેમણે કરી બતાવ્યું છે. પ્રાદેશિક બોલીઓની શક્તિ, માર્મિકતા અને રસવત્તા તેમણે તેમની કૃતિઓ દ્વારા સિદ્ધ કરી બતાવ્યાં છે અને ગુજરાતી સાહિત્યને ઘણુ નવા