________________
ગયા દાયકાના વમય પર દષ્ટિપાત અને “આશાવરી જેવી હાસ્યરસિક કથાઓ, “અધૂરું સ્વપ્ન” ને “સુવાસિની' જેવી વિજ્ઞાનવિષયક નવલે અને થોડીક જાસૂસકથાઓ પણ આ દાયકે પ્રગટ થઈ છે.
“વ્યાજને વારસ', “યૌવન', “કદલીવન', “જિગર અને અમી' અને સને ૨૦૦૫ સુધીના વિશ્વજીવનની કલ્પના કરતી “પ્રલય જેવી કૌતુકરંગી નવલે, “તપવન” “લખ્યા લેખ” “ત્રણ પાંખડી ” “સહાગ' “વિલોચના' જેવી પ્રશ્નપ્રધાન નવલે, “માનવીની ભવાઈ” ને “જનમટીપ' જેવી પાત્રપ્રધાન નવલે, “પાછલે બારણે” “કળિયુગ' જેવી વાતાવરણપ્રધાન નવલે નવલ પ્રકારનું વૈવિધ્ય દેખાડી આપે છે.
શૈલીની બાબતમાં પન્નાલાલમાં મુનશી-મેઘાણી-સેલીનાં સફળતા સમર્થતાથી પ્રગતિ કરતાં માલૂમ પડે છે, તે પેટલીકરની નવલોમાં રમણલાલશૈલી વિકસતી જોવા મળે છે. ચુનીલાલ શાહ તેમની સ્વસ્થ અને હજુ શૈલીમાં પણ સારું રસતત્ત્વ લાવી શક્યા છે, જ્યારે વર્મા–પરમારે
ખંડિત કલેવરે”માં, લાક્ષણિક કટાક્ષશૈલીનો સફળ પ્રયોગ કરી બતાવ્યો છે. મડિયા, પીતાંબર પટેલ, અશ્વિનીકુમાર, યશોધર મહેતા, વિનોદિની નીલકંઠ આદિની શૈલીમાં રંગદર્શિતા ધ્યાન ખેંચે છે.
આમ વિષય, પ્રકાર અને શૈલી પરત્વે આ દાયકાનું સામાજિક નવલકથાનું સાહિત્ય ઠીક ઠીક માતબર છે. તેમાંથી મળેલા જીવ', “જનમટીપ', “ખંડિત કલેવરો', “અણખૂટ ધારા” “તપોવન' એ પાંચ નવલે સર્જકતા અને હેતુની દષ્ટિએ છેલ્લી પચીસીની પ્રથમ પંક્તિની નવલમાં સ્થાન પામે તેમ છે. અને “માનવીની ભવાઈ' તો સમગ્ર ગુજરાતી નવલસાહિત્યનું એક પ્રાણવાન પુપ છે.
ગયા દાયકાના સામાજિક નવલકારો પૈકી રમણલાલ, મેઘાણી, ચુનીલાલ શાહ, ગુણવંતરાય આચાર્ય, ઈદ્ર વસાવડા, હરજીવન સમૈયા, સોપાન, રામનારાયણ ના. પાઠક, જયંતી દલાલ, નીરુ દેસાઈ, સૌજન્ય, મસ્તફકીર, અંબાલાલ શાહ, રમણીક દલાલ આ દાયકે નવાં પ્રકાશને લઈને આવે છે. પણ નવીન લેખકોની સંખ્યા તેમનાથી ઝાઝી જણાય છે. પન્નાલાલ, પેટલીકર, બચુભાઈ શુકલ, ગોવિંદભાઈ અમીન, મડિયા, અશ્વિનીકુમાર, જયમલ્લ પરમાર-નિરંજન વર્મા, વિનોદિની નીલકંઠ, પીતાંબર પટેલ, યશોધર મહેતા, ધીરજલાલ શાહ, ચંદુલાલ દલાલ, પ્રેમશંકર ભટ્ટ, પ્રાણલાલ મુનશી, રધુનાથ કદમ, રમણ વકીલ, ચંદરવાકર, નંદકુમાર પાઠક, .