________________
થશે અને પ્રથકાર પુ. ૧૦
૧૯૨૩ માં “સમાલોચકમાં “વનફૂલની સહીથી લખેલા “સીતા-વિવાસન નામે લાંબા કાવ્યમાંથી માત્ર વાનગી તરીકે થોડીક પંક્તિઓ અહીં ઉતારીએ.
ઊગે શશાંક, રજની રમણી ધીરેથી આલિંગને ભુજ ભીડી નિજ કંઠ બાંધે; તારાવલિ ચમકતી કહિં વ્યોમભાગે.
મંદાકિની જલ–પડયાં કુમુદાવલિ શી. આ અરસામાં કવિ ન્હાનાલાલના નિકટ પરિચયમાં તેઓ આવેલા. એમની લેખનપ્રવૃત્તિ શરૂઆતમાં “કુમાર” અને પછી “પ્રકૃતિ' પૂરતી જ મર્યાદિત રહી છે, પણ એમાં વહેવડાવેલ સમૃદ્ધ જ્ઞાનરાશિથી તેઓ ગુજરાતના અનન્ય પ્રકૃતિવિદ્દ તરીકે ખ્યાતિ પામ્યા છે. એ સૌથી વધુ પ્રસિદ્ધિ પામ્યા, કદાચ “કુમારમાં “વનેચરની સહીથી લખેલી એમની લેખમાળા વનવગડાનાં વાસી'માં અપાયેલાં પક્ષી-પ્રાણીઓના અભ્યાસ અને નિરીક્ષણભર્યા રસપ્રદ પરિચયોથી; એમનાં બીજાં લખાણ પણ ઉચ્ચ કક્ષાનાં છે. રામમૂર્તિ, ગામા અને ઝિબિશ્કે જેવા મલ્લશિરોમણિઓનાં ચરિત્રો, છેડી પક્ષી-પ્રાણીકથાઓ તથા “સ્વાધ્ય–શક્તિ સૌન્દર્ય'ના વિભાગમાં આવતી શરીરસૌષ્ઠવ પરની નધિ ઉપરાંત “અખાડ” ને
ખભે ખડિ” નામના તેમણે સંભાળેલા “કુમાર'ના વિભાગો પણ એટલા જ લોકપ્રિય નીવડેલા.
પ્રકૃતિવિજ્ઞાનના અભ્યાસમાં પોતે કેમ પ્રવેશ કર્યો એની તેમણે નીચે આપેલી હકીકત લક્ષમાં રાખવા જેવી છેઃ “પ્રકૃતિ-અવકનના અભ્યાસને મારા જીવનમાં પ્રવેશ થયો છે કેવળ અકસ્માત રૂપે જ. સને ૧૯૨૯ ને ડિસેમ્બર માસ હતા. એક દિવસે બપોરે હું કુમાર કાર્યાલયમાં બેઠે હતા. એ વખતે શ્રી. બચુભાઈ ટપાલમાં આવેલા કાગળ વાંચતા હતા, મને નિરામી બેસી રહેલ જોઈ એમણે ટપાલમાં આવેલ “ઈડિયન સ્ટેટ રેલ્વેઝ મેગેઝીન નો નાતાલ નિમિતે પ્રસિદ્ધ થયેલ ખાસ અંક કાળ વ્યતીત કરવા આપે, અલસપણે એનાં પાનાં ફેરવવા માંડતાં “ભારતવર્ષની દિવાચર પતંગિકાઓ (Butterflies)” વિષયને લેખ એમાં મારા જોવામાં આવ્યું. એના લેખક મુંબાઈની “નૈશનલ હિસ્ટરી સોસાયટીના ક્યુરેટર શ્રી. એસ. એચ. પ્રેટર હતા. લેખની સાથે પતંગિકાઓની સુંદર દેહછટા ને વર્ણ શેભાની પ્રતીતિ આપતું રમણીય ચિત્ર પણ હતું. ચિત્રથી આકપંઈ હું એ લેખ વાંચી ગયે. અને એ વિશેનું વિશેષ જ્ઞાન મેળવવાની