________________
.
ગ્રંથ અને ગ્રંથકાર ૩૦ ૧૦
ગુજરાત મહાવિદ્યાલયના ગુજરાતી, સ`સ્કૃત અને તત્ત્વજ્ઞાનના અધ્યાપક તરીકે
અમદાવાદ આવ્યા.
પેાતાના અધ્યાપનના વિષયેામાં મેળવેલી પાર ગતતા તેમજ વિશાળ વાચનને લીધે કેળવાયેલી બહુશ્રુતતાને લીધે તેઓ વિદ્યાપીઠમાં એટલા વિદ્યાર્થીપ્રિય થઈ પડયા કે પટના, વ્યાયામા, નાટ્યપ્રયાગા, ઉત્સવા, સાહિત્યચર્ચા અને અધારી રાતના લાંબા સાઈકલપ્રવાસે જેવી ખડતલ પ્રવૃત્તિઓમાં પણ વિદ્યાથી ઓ તેમને કેન્દ્રસ્થાને રાખી ટાળે વળતા.
ઇ. સ. ૧૯૨૮ માં આવું વિદ્યા, વ્યાયામ, જ્ઞાન અને અભ્યાસનું નિરાળું વાતાવરણ છેાડી એમણે અમદાવાદની ભરતખંડ ટેક્સ્ટાઈલ મિલમાં મૅનેજરની નાકરી લીધી. એ તદ્દન અજાણ્યા ક્ષેત્રમાં પણ ટૂંક સમયમાં જ તેમણે એવી કુશળતા બતાવી, કે ઈ. સ. ૧૯૪૫ માં એ સ્થાન છેાડ્યુ. ત્યારે અમદાવાદની આટલી વિપુલ સ ંખ્યાવાળી મિલાના મૅનેજરામાં સૌથી કામેલ અધિકારીએ પૈકીના એક તરીકે તેમની ગણના થયેલી. તેથી જ, ત્યારબાદ તરત અમદાવાદુના મિલ એનસ એસેાસીએશનના સહાયક મ`ત્રી તરીકેના જવાબદારીભર્યા સ્થાને સારા પગારે એમની નિમણૂક થઈ. આજે તેઓ મિલ એનસ એસેાસીએશનના મંત્રીપદે છે.
ઈ. સ. ૧૯૨૦ ની શરૂઆતમાં એમને દમના વ્યાધિ લાગુ પડયા હતા. એ વ્યાધિએ લીધેલા ગભીર રૂપને અ તે એમનુ પડછંદ શરીર તદ્દન કૃશ થઈ ગયું અને તેનાથી તે એવા તેા કટાળી ગયા કે આપધાત કરવા સુધીને વિચાર પણ આવી ગયેલા. પરંતુ નિળતા અને રાગ સામે ઝઝૂમવાને તેમના મૂળથી જ સ્વભાવ હાવાથી દેહને ખડતલ અને સુષ્ઠુ બનાવવાતા તેમણે દૃઢ નિર્ધાર. કર્યાં. પેાતાના રોગના નિદાન માટે અસંખ્ય પુસ્તકે તેમણે વાચવા માંડ્યાં. એમાં અમેરિકાના વિખ્યાત શરીરવિજ્ઞાની તથા વ્યાયામવીર બર્નાર મૅકડનનાં લખાણાએ એમનામાં શ્રદ્ધા પ્રેરી. મૅરૅડન સાથેના પત્રવ્યવહાર તથા શરીરશાસ્ત્રના પેાતાના જ્ઞાન પરથી કરેલી અનેક વિચારણાને અ'તે તેઓ એવા નિર્ણય પર આવ્યા કે એ વ્યાધિનુ મૂળ નબળી હાજરી તે આંતરડામાં હતું, એટલે તેને માટે દોડવું, લાકડાં ફાડવાં, જમીન ખાદ્દવી વગેરે પેટ તથા પેઢુને વલાવી નાંખનારો વ્યાયામ જરૂરી હતા. તરત એમને પાસા વર્ષથી અવાવરુ પડી રહેલું ઊંઝા પાસેનું પેાતાનું ખેતર યાદ આવ્યું, અને એમાંજ એ ઉપચાર અજમાવવાના નિશ્ચય કરીને ઉનાળાની રજામેમાં ઊંઝા ગયા. તે ઢેઢેક માસમાં તે એક શેઢાથી ખીન્ન શેઢા સુધીનું આખું ખેતર તેમણે એવું તે ખાદી કાઢ્યું.