________________
શાંતિલાલ સોમેશ્વર ઠાકર શ્રી. શાંતિલાલ ઠાકરને જન્મ ઈ ૧૯૦૪ ના સપ્ટેમ્બર માસની ૧૫ મી તારીખે બાજ ખેડાવાળ બ્રાહ્મણ જ્ઞાતિમાં તેમના મૂળ વતન નડિયાદમાં થયેલું. તેમના પિતાનું નામ સોમેશ્વર અચરતલાલ અને માતાનું નામ રેવાબહેન. તેમનું લગ્ન ઈ. ૧૯૧૬ માં શ્રી. સવિતાબહેન વેરે થયેલું છે.
- થરાદની ગુજરાતી શાળામાં પ્રાથમિક ત્રણ ધોરણનું શિક્ષણ લઈ તેમણે માધ્યમિક શિક્ષણ નડિયાદની સરકારી હાઈસ્કૂલમાં પ્રાપ્ત કર્યું હતું. ઈ. ૧૯૨૨ માં મેટ્રિક થયા બાદ ગુજરાત કોલેજમાંથી ઇ. ૧૯૨૪માં ઈન્ટરની પરીક્ષા બીજા વર્ગમાં પાસ કરી કોલેજની શિષ્યવૃત્તિ તેમજ યુનિવર્સિટીની પાટિલ સંત શિષ્યવૃત્તિ તેમણે મેળવી હતી. ઈ. ૧૯૨૬માં સંસ્કૃત-અર્ધમાગધી એછિક વિષયો લઈ બી. એ. ની પરીક્ષા બીજા વર્ગમાં પણ કોલેજમાં પ્રથમ નંબરે પાસ કરતાં તેમને ગુજરાત કેલેજની દક્ષિણ ફેલોશિપ મળી હતી. ઈ. ૧૯૨૮ માં સંસ્કૃત અર્ધમાગધી ઐચ્છિક વિષયો લઈ તેઓ એમ. એ. થયા. ત્યારબાદ ઇ. ૧૯૩૮ માં તેઓ મુંબઈની એસ. ટી. ટી. કોલેજમાંથી બી. ટી. પણ પાસ થયા હતા. તેમનો વ્યવસાય શિક્ષકને છે. કેટલાક સમય ખેડાની અને નડિયાદની હાઈસ્કૂલમાં આચાર્યનું કામ કરીને હાલ તેઓ બોરસદની હાઈસ્કૂલમાં આચાર્યપદે છે.
કેલેજકાળ દરમિયાન સ્વામી રામતીર્થ, સ્વામી વિવેકાનંદ, શ્રી. રામકૃષ્ણ પરમહંસ અને શ્રી. અરવિંદ ઘોષ જેવા યોગીઓનાં ચરિત્ર અને લખાણોએ તેમજ સાધનાકાળ દરમિયાન સ્વામી શ્રી. પ્રકાશાનંદ ગોદડિયા મહારાજ) અને અરવિંદાશ્રમવાળાં શ્રી. માતાજીના પ્રત્યક્ષ પરિચય તેમના વ્યક્તિત્વ ઉપર ઘણી મોટી છાપ પાડી છે. ગીતા” અને “ઉપનિષદ જેવા તત્વદર્શનના ગ્રંથાએ તેમના જીવનને ઘડયું છે.
પ્રભુ નિમિતે કાર્ય કરી આંતરવિકાસ સાધવાને તેમને જીવન-ઉદ્દેશ છે. રવિબાબુ તેમના પ્રિય સાહિત્યકાર છે. “ગીતા” તેમને પ્રિય ગ્રંથ છે; નિબંધ તેમને માનીતે સાહિત્યપ્રકાર છે. તેમના મનગમતા લેખન ને અભ્યાસવિષયે ધર્મ, સંસ્કૃતિ અને તત્ત્વજ્ઞાન છે,