________________
રવિશંકર મહાશંકર જોષી
પ્રા. રવિશંકર જોષીને જન્મ ઇ. ૧૮૯૯ ના સપ્ટેમ્બર માસની ૧ લી તારીખે ઔદીચ્ય સહસ્ર બ્રાહ્મણ જ્ઞાતિમાં રાજુલા ગામમાં થયેલા. તેમનું મૂળ વતન ખાટાદ; તેમના પિતાનું નામ મહાશ'કર બહેચરભાઈ અને માતાનું નામ શ્રી. અંબાબહેન. તેમનુ` લગ્ન ઈ. ૧૯૧૪ માં શ્રી. નમ દાબહેન સાથે થયેલુ છે.
શિહાર પ્રાંતમાં આવેલા રાજુલા ગામની શાળામાં પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કરી શિહેાર મિડલ સ્કૂલમાંથી તેએ મેટ્રિક પાસ થયા. ત્યારબાદ ભાવનગરની શામળદાસ કૅૉલેજમાં ઉચ્ચ શિક્ષણ મેળવી ઈ. ૧૯૨૪ માં તેઓ એમ. એ. પાસ થયા અને મુખ્ય વિષય ગુજરાતીમાં યુનિવર્સિટીમાં પ્રથમ નબર તેમણે મેળવ્યા. ત્યારથી તેએ શામળદાસ કૉલેજમાં ગુજરાતીના પ્રાફેસર તરીકે કામ કરી રહ્યા છે.
<
જીવનના જુદા જુદા તબક્કે વિષ્ણુવધ પ્રકારનાં પુસ્તકા અને પુરુષાએ તેમના વ્યક્તિત્વનું ઘડતર કર્યુ છે. તેમની બાલ્યાવસ્થામાં 'સરસ્વતીચંદ્ર' અને ચંદ્રકાન્ત ’-એ એ પુસ્તાની, તેમના કૉલેજજીવનમાં ‘લા' મિઝરેબ્સ ', ‘ બ્રધર્સ કારમાસ્રોવ ' અને ૧૯ મા સૈકાના અંગ્રેજી કવિએનાં કાવ્યપુસ્તકાની, અને ઉત્તરાવસ્થામાં લીડ ખીટર ', ગીતા ' અને ‘ ઉપનિષદો 'ની તેમજ પ્રિન્સિપાલ શાહાણી, સર પ્રભાશંકર પટ્ટણી અને શ્રી. ઈશ્વરલાલ મહેતાના વ્યક્તિત્વની અસર તેમણે ઝીલી છે. તેમના પ્રિય લેખા પણ એ જ પ્રમાણે બદલાતા રહ્યા છે. ૧૨ થી ૨૫ વર્ષની વય સુધી કાલિદાસ અને શેકસપિયર, ૨૫ થી ૩૩ સુધી વિકટર હ્યુગા, ડૉસ્ટેવસ્કી અને ટાગાર, ૩૩ થી ૪૦ સુધી 'ગીતા’ થીએસેાપી તેમજ રહસ્યવાદને લગતાં પુસ્તકા, ૪૦ થી ૪૮ સુધી - ‘ ઉપનિષદો ’ અને પછીથી યાગવાસિષ્ઠ' અનુક્રમે તેમના પ્રિય ગ્રંથકાર અને ગ્રંથ બનેલ છે.
.
તેમના જીવનના મુખ્ય ઉદ્દેશ પરમાત્માના અનુભવ તે તે દ્વારા તેની પ્રાપ્તિ કરવાના છે. સાહિત્યને તેમના આ લક્ષ્યના એક સાધનરૂપ તે માને છે. કૅલેજમાં અધ્યાપક તરીકેના શાંત જીવનથી અને તે દરમિયાન તેમને થયેલા કેટલાક આધ્યાત્મિક અનુભવાથી તેમને જીવનવકાસ થયે હાવાનુ' તેઓ કહે છે.
૧૧