________________
યશવંતરાય ગુલાબભાઈ નાયક
- શ્રી. નાયકને જન્મ તેમના મૂળ વતન સુરત જિલ્લાના ગામ ગામમાં
અનાવિલ જ્ઞાતિમાં તા. ૬-૭-૧૯૦૯ના રોજ થયેલ. તેમના પિતાનું નામ ગુલાબભાઈ ફકીરભાઈ નાયક અને માતાનું નામ જમનાબહેન છે. તેમનું લગ્ન ઈ. ૧૯૨૩ માં શ્રી. મણિબહેન સાથે થયેલું છે.
પ્રાથમિક અભ્યાસ સુરત જિલ્લાના ગામ, દાંડી અને નાગધરા ગામમાં કર્યા બાદ તેમણે માધ્યમિક કેળવણું અનુક્રમે વેગામ, મંદિર અને નવસારીમાં લીધી હતી. ત્યારબાદ ઈ. ૧૯૨૮ માં વડોદરા કૉલેજમાંથી બી. એસસી. ની પરીક્ષા પહેલા વર્ગમાં માનસહિત પસાર કરીને તેઓ યુનિવર્સિટીમાં બીજે નંબરે આવ્યા અને વડોદરા કોલેજના ફેલે નિમાયા. તે પછી ઈ. ૧૯૩૨ માં એમ. એસસી. અને ઈ. ૧૯૩૭ માં પીએચ. ડી. ની ઉપાધિઓ મુંબઈની રૉયલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સમાં નોકરી કરતાં કરતાં તેમણે મેળવી હતી. હાલમાં તેઓ અમદાવાદની ગુજરાત કોલેજમાં ભૌતિકશાસ્ત્રના મુખ્ય અધ્યાપક તરીકે કામ કરે છે.
. તેમના જીવન ઉપર ઊંડી અસર કરનાર “રામાયણ”, “મહાભારત',
લા મિઝરાબ્લે, “વિકાર ઑફ વેકફિલ્ડ', રેઝર્સ એજ' વગેરે જગવિખ્યાત, ગ્રંથ છે. તેમને જીવન-ઉદેશ વિજ્ઞાનની સેવા કરવાને છે. તેમના પ્રિય લેખકે વિકટર હ્યુગો અને થોમસ હાર્ડી છે. તેમને પ્રિય લેખનવિષય ભૌતિકશાસ્ત્ર છે. વિજ્ઞાનની અનેક સંસ્થાઓ જેવી કે ગુજરાત પ્રકૃતિ મંડળ', ઈન્ડિયન સાયન્સ કોંગ્રેસ', “તારક મંડળ, વગેરે સાથે તેઓ જોડાએલા છે. તેમને મનપસંદ સાહિત્યપ્રકાર નવલિકા છે.
શ્રી. પિોપટલાલ ગ. શાહ સાથેના ગાઢ પરિચયે વિજ્ઞાનનાં પુસ્તક લખવામાં તેમને પ્રોત્સાહન આપ્યું હતું. ઈ. ૧૯૩૯માં મળેલી વિજ્ઞાન પરિષદ પણ તેમની લેખનપ્રવૃત્તિનું ઉત્તેજક બળ બની હતી. તેમણે વિજ્ઞાનની શોધખોળના બાર-તેર જેટલા મૌલિક લેખો અંગ્રેજીમાં પ્રગટ કર્યા છે. પારિભાષિક શબ્દોની રચનામાં ફાર્બસ ગુજરાતી સભામાં તેમણે સક્રિય ફાળે આવ્યો છે. શાળાઓ અને કોલેજોમાં ઉપયોગી થાય તેવાં વિજ્ઞાનનાં ગુજરાતી પાઠ્ય પુસ્તકો પણ તેમણે રચ્યાં છે.