________________
મગનભાઈ
ભૂધરભાઇ પટેલ
<
પતીલ ' અને ઇલેસરી 'ને નામે મસ્ત શૈલીના કાવ્યો રચનાર શ્રી. મગનભાઈ પટેલના જન્મ ઈ. સ. ૧૯૦૬માં લેઉઆ પાટીદાર જ્ઞાતિમાં તેમના મૂળ વતન અ`કલેશ્વરમાં થયેલા. તેમના પિતાનું નામ ભૂધરભાઇ જયરામભાઇ અને માતાનું નામ ભૂરીબહેન. તેમનું લગ્ન માત્ર છ વર્ષોંની ઉમરે ઈ. સ. ૧૯૧૨માં શ્રી. ચંચળલક્ષ્મી વેરે થયેલું, પણ તેમને સ્વર્ગવાસ થતાં હાલ તે વિધુરાવસ્થા ગાળે છે.
•
પ્રાથમિક પાંચ ધારણા સુધીનું શિક્ષણ અંકલેશ્વરની મુખ્ય સ્કૂલમાં તેમણે લીધેલું. ઈ. સ. ૧૯૨૪માં ત્યાંની મ્યુનિસિપલ હાઈસ્કૂલ (હાલની છે. એન. જીનવાલા હાઇસ્કૂલ) માંથી તેઓ મેટ્રિક પાસ થયેલા. પછીથી તે આગળ અભ્યાસ કરી શકયા નહિ. ત્યારબાદ ઉદરનિર્વાહ અર્થે તેમણે નાકરી સ્વીકારી;—જે લેખનકા'માં અંતરાયરૂપ હોવાની તેમની સતત ફરિયાદ છે.
ઈ. સ. ૧૯૩૦માં પ્રે. રામનારાયણ વિ. પાડ઼ક સાથે તેમને પ્રથમ પરિચય થયેા. પ્રેા. પાઠક દ્વારા - પ્રેા. બળવંતરાય ઠાકાર વગેરે સાક્ષરોએ તેમની કવિતાઓને સત્કારીને ઉત્તેજન આપ્યું. ગુજરાતીમાં કવિતારચનાના પ્રયાગ તેમણે પ્રથમ તે અંગ્રેજીમાં અંગ્રેજી પદ્ધતિનાં કાવ્યો લખવાની રમત કરતાં કરતાં કરેલા; પણ જેમ જેમ તેમની કાવ્યમસ્તી ગુજરાતી ભાષામાં : ઊછળતી ચાલી અને માન્ય વિવેચકાએ તેમની કવિતાને આદર આપ્યા તેમ તેમ કાવ્યકલાની હથેાટી તેમને સિદ્ધ થતી ગઇ.
તેમના જીવનને મુખ્ય ઉદ્દેશ છે સંસારનાં ત્રિવિધ સુખાના અનુભવ કરવાનો. કાવ્યપ્રવૃત્તિ દ્વારા તે ઉદ્દેશને પાર પાડવાના અખતરા તેઓ કરી
રહ્યા છે.
તેમના પ્રિય કવિ ખાયરન છે. માયરનના જેવાં પરિતાપ પાતે પણ અનુભવતા હોવાથી તેની મસ્તી અને રંગીનતા તરફ પોતાને ખૂબ આકણુ હોવાનું તેઓ કહે છે. તેમને સૌથી પ્રિય ગ્રંથ છે ચાઈલ્ડહેરાલ્ડની યાત્રા'. એમને પ્રિય કાવ્યપ્રકાર ગઝલ છે—જો કે ખીજા કાવ્યપ્રકારાના પ્રયાગા પણ તેઓ કરે છે. તેમને મનગમતા લેખનવિષય પ્રેમ છે, કેમ એના નિરૂપણમાં યથાક્રમે જ્ઞાનનાં બધાં અગા મેછેવત્તે અંશે સમાઇ જાય છે એમ તેમનું દૃઢ મતવ્ય છે. દેશદેશની કવિતા માટે તેમને લિચશ્પી
ટ્