________________
નરસિંહભાઈ મૂળજીભાઈ શાહ શ્રી. નરસિંહભાઈ શાહનો જન્મ જૈન પોરવાડ જ્ઞાતિમાં ઈ. સ. ૧૮૯૯ ની ૧૮ મી ડિસેમ્બરે તેમના વતન લીંબડીમાં થયેલ. તેમના પિતાનું નામ મૂળજીભાઈ કાળીદાસ શાહ અને માતાનું નામ વીજીબાઈ તેમનું લગ્ન ઈ. સ. ૧૯૨૧ માં શ્રી ચંપાબહેન સાથે થયું છે.
પ્રાથમિક અને માધ્યમિક કેળવણી તેમણે લીંબડીમાં લીધેલી. ત્યારેબાદ ઉચ્ચ અભ્યાસક્રમમાં રસાયનશાસ્ત્રને મુખ્ય વિષય લઈ તેમણે ઈ. સ. ૧૯૨૪માં બી. એસસી. અને ઈ. સ. ૧૯૩૦ માં એમ. એસસી. અને ઈ. સ. ૧૯૩૮ માં પીએચ. ડી. ની ઉપાધિઓ મુંબઈની રૉયલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સમાં અભ્યાસ કરીને મેળવી. શરૂઆતમાં કેટલાંક વર્ષ ધારવાડની કર્ણાટક કોલેજમાં ગાળ્યા બાદ હાલ અમદાવાદની ગુજરાત કોલેજમાં રસાયણશાસ્ત્રના અધ્યાપક તરીકે તેઓ કામ કરે છે.
કરીને અંગે લાંબા સમય સુધી કર્ણાટકમાં રહેવાનું થતાં ત્યાં વાંચવાની તક તેમને ખૂબ મળી. ત્યારબાદ અમદાવાદ બદલી થતાં ગુજરાત વિદ્યાસભાના મંત્રી સ્વ. હીરાલાલ પારેખના સમાગમમાં આવતાં તેમના તરફથી વિજ્ઞાન વિશે લખવાને તેમને પ્રોત્સાહન મળ્યું. ત્યારથી તેઓ ગુજરાતી સામયિકો અને પુસ્તક દ્વારા વિજ્ઞાન વિષયક લેખો પ્રગટ કરીને તે પ્રકારના સાહિત્યમાં પ્રશસ્ય ફાળો આપી રહ્યા છે. .
તેમનું પ્રથમ પુસ્તક 'દૂધ' ગુજરાત વિદ્યાસભાએ ઈ. સ. ૧૯૪૦ માં પ્રગટ કર્યું હતું. તેઓ ઇન્ડિયન કેમીકલ સાયટી (કલકત્તાના સભ્ય છે અને ગુજરાત વિદ્યાસભાના આજીવન સભ્ય છે.
તેમને મુખ્ય ઉદ્દેશ રાસાયણિક સંશોધનમાં આગળ વધી વિજ્ઞાનનું જ્ઞાન જનતામાં વિસ્તારવાનું છે. તે સારુ જીવનના ઉપયોગી વિષયે વિશે વૈજ્ઞાનિક દ્રષ્ટિથી લકભોગ્ય ભાષામાં લેખ ને પુસ્તક લખવાની પ્રવૃત્તિ તેઓ સતત કરતા રહ્યા છે.
કૃતિઓ કૃતિનું નામ પ્રકાર રચના પ્રકાશન પ્રકાશક સંપાદક, અનુવાદ સાલ સાલ
- કે મૌલિક ૧. દૂધ– વૈજ્ઞાનિક ૧૯૪૦ ૧૯૪૦ ગુજરાત વિદ્યાસભા મૌલિક-સંપાદન; સર્વસંપૂર્ણ નિબંધ બીજી આવૃત્તિ અમદાવાદ (મિશ્ર ) ખેરાક