________________
ધનજીભાઈ ફકીરભાઈ
શ્રી ધનજીભાઈ ફકીરભાઈને જન્મ તેમના મૂળ વતન વડેદરામાં ઈ. ૧૮૯૫ ના માર્ચ માસની ૨૩ મી તારીખે થએલે. તેમના પિતાનું નામ ફકીરભાઈ માવજીભાઈ; માતાનું નામ લક્ષ્મીબાઈ જ્ઞાતિ હિંદી ખ્રિસ્તી. ઈ. ૧૯૨૦ માં શ્રી. એલન સાથે તેમનું પ્રથમ લગ્ન થયું હતું. તેઓ ગુજરી જતાં તેમનું દ્વિતીય લગ્ન ઈ ૧૯૩૭ માં શ્રી. ફ્લેરા સાથે થયું છે.
વડોદરાની મેડિસ્ટ' મિશન સ્કૂલમાં તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ લીધેલું. ત્યારપછી વડોદરા કોલેજમાં ઉચ્ચ અભ્યાસ કરી તેઓ ઈ. ૧૯૧૯ માં બી. એસસી. થયા અને ઈ. ૧૯૨૮માં કલકત્તાની શ્રીરામપુર કોલેજમાંથી બી. ડી. { બેચલર ઓફ ડિવિનિટી')ની ઉપાધિ તેમણે મેળવી. ગુજરાત કોલેજમાં ભૌતિકશાસ્ત્રના વિભાગમાં ત્રીસેક વર્ષ સુધી અધ્યાપનકાર્ય બજાવીને તાજેતરમાં તેઓ નિવૃત્ત થયા છે.
સાધુ સુંદરસિંગ અને કવિ ન્હાનાલાલના પ્રત્યક્ષ સંસગે તેમજ તેમનાં પુસ્તક – વ્યાખ્યાનેએ તેમના વ્યક્તિત્વને ઘડયું છે. બાઈબલે અને એ મરેનાં પુસ્તકએ પણ તેમની ભાવના વિકસાવવામાં ઓછો ફાળો આયો નથી.
વિદ્યાર્થી–અવસ્થામાં તેમને કવિતા લખવાનો શોખ હતું, પણ સમય જતાં ધર્મવિષયક અને વિજ્ઞાનવિષયક નિબંધકારી લખાણ લખવા તરફ વલણવધતાં કાવ્યરચના બંધ પડી અને નિબંધ લખવાની પ્રવૃત્તિ વિકસવા. લાગી. ઈ. ૧૯૨૩ માં ગુજરાત વિદ્યા સભા તરફથી ગુજરાતીમાં ‘પદાર્થ વિજ્ઞાનનું પુસ્તક રચવાનું તેમને સોંપાતાં લેખક તરીકેની આત્મશ્રદ્ધા તેમનામાં દઢ બની.
તેમના જીવનને મુખ્ય ઉદેશ પોતે સમજેલા વિષયોને જનતા માટે સરળ અને સુલભ બનાવી જ્ઞાનને પ્રસાર કરવાને છે.
એમને પ્રિય ગ્રંથ બાઈબલ છે. નિબંધ એમને પ્રિય સાહિત્યપ્રકાર છે. વિજ્ઞાન, ઉત્ક્રાંતિક્રમ અને ધર્મ તેમના અભ્યાસ તેમજ લેખનને મુખ્ય વિષય છે. અમદાવાદની ગુજરાત સાહિત્ય સભા' અને “ગુજરાત પ્રકૃતિ મંડળ” માં તેઓ સક્રિય રસ લે છે.