________________
દુર્ગેશ તુળજાશંકર શુકલ
શ્રી. દુર્ગેશનો જન્મ તા. ૯-૯-૧૯૧૧ ના રોજ રાણપુરમાં ઔદીચ્ય સહસ્ર બ્રાહ્મણ જ્ઞાતિમાં થયેલા. તેમનું મૂળ વતન વઢવાણુ. તેમના પિતાનું નામ તુળજાશ ંકર શિવશ ંકર શુકલ. માતાનું નામ મોંઘીબહેન.
પિતા પાલણપુર સ્ટેટની હાઈસ્કૂલમાં ચિત્રશિક્ષક હોવાથી પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ તેમને ત્યાં મળેલું. ઇ. સ. ૧૯૭૫ માં ભાવનગરની શામળદાસ કૉલેજમાંથી તે ખી. એ. થયા અને એમ. એ. તે અભ્યાસ શરૂ કર્યાં; પણ પ્રતિકૂળ સંજોગાને લીધે તે પરીક્ષામાં બેસી શકયા નહિ. મુંબઇની શ્રી. ગેાકળીબાઈ હાઈસ્કૂલમાં તેમજ હંસરાજ મેારારજી પબ્લિક સ્કૂલમાં દશેક વર્ષી શિક્ષકગીરી કર્યા બાદ હાલ તેઓ રાજકાટમાં એક મેાટર વેચનારી પેઢીમાં કામ કરે છે.
એમના માનસ તેમજ સાહિત્ય ઉપર વત્તીઓછી અસર કરનારાઓમાં ગ્રીક નાટકકારો અને ઈંગ્લાંડના બે મેટા કવિએ-કીટ્સ અને બ્રાઉનિંગ-મુખ્ય છે. તે ઉપરાંત તેમના વ્યક્તિત્વના ઘડતરમાં સંસ્કૃત સાહિત્યના અભ્યાસના પણ ગણનાપાત્ર ફાળા છે.
એમની પ્રથમ કૃતિ ‘ પૂજાનાં ફૂલ' ઇ. સ. ૧૯૭૪ માં પ્રગટ થઈ. તેમાંની વાર્તાઓએ આશાસ્પદ લેખક તરીકે તેમને બહાર આણ્યા. ત્યારથી આજલગી રચાતી જતી કૃતિઓ દ્વારા કવિ અને વાર્તાકાર તરીકે શ્રી. દુર્ગેશની શક્તિ ઉત્તરાત્તર વિકસતી રહી છે.
તેમને પ્રિય સાહિત્યપ્રકાર નાટક છે, છતાં સૌથી વિશેષ પ્રમાણમાં તેમણે ટૂંકી વાર્તા લખી છે. જીવન પ્રત્યેની વિશિષ્ટ મયુક્ત વક્રદષ્ટિને લઈને બર્નાર્ડ શાં અને સમરસેટ સામ તેમના પ્રિય લેખક અન્યા છે. એમનાં લખાણા વિશેષતઃ મનેવિશ્લેષણાત્મક બન્યાં છે. તેમના મનગમતા અભ્યાસવિષય પણ મનોવિજ્ઞાન છે.
શ્રી. દુગે શની વાર્તાઓ અને એકાંકી નાટકા સમાજના ઉપલા વર્ગના અધિકારીએ કે શહેરના વાતાવરણને નિરૂપવા કરતાં હલકા ગણાતા વર્ષોંનું કે ગ્રામજીવનનું રહસ્ય બતાવવા તરફ વધુ વળેલાં છે. લેખકની ઊર્મિલ પ્રકૃતિ, સૌન્દર્યાનુભવ અને તરગલીલા તેમનાં લખાણોને ઘણુંખરું ભાવનાપ્રધાન બનાવે છે. છતાં તેમને વાસ્તવજીવનને પ્રત્યક્ષ વિશાળ અનુભવ છે. તેમની પાસે ધરતીનાં દુ:ખી માનવીને અવલાકવાની દૃષ્ટિ છે અને જિવાતા જીવનને સાકાર કરવાની કલા પણુ છે. તેમની ઘણી કૃતિઓને