________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૧૦ સંસ્કાર હતા. ત્યારબાદ શાંતિનિકેતનના સંસ્કારલક્ષી વાતાવરણ અને રવિબાબુના પ્રત્યક્ષ પ્રેરણાદાયી પરિચયને લીધે તેમનું લેખનકાર્ય મહારતું ગયું.
પરમતત્ત્વની શોધને અંગે થતી સાધના અને તે પ્રસંગે થતું મનોમંથન રજૂ કરવાનો તેમનાં કાવ્ય-લેખને પ્રયાસ છે. મુખ્યત્વે રહસ્યવાદને અનુલક્ષીને તેમની લેખનપ્રવૃત્તિ ચાલે છે. રવિબાબુ એમના પ્રિય સાહિત્યકાર છે. એમના પ્રિય સાહિત્યપ્રકારે કાવ્ય, આત્મચરિત્ર અને પત્ર છે. સમગ્ર જીવનને સ્પર્શતા બહુવિધ વિષયોને અભ્યાસ કરવામાં તેમને રસ છે.
તેમની પ્રથમ કૃતિ “મધ્યકાલીન ભારતીય સંસ્કૃતિ', બંગાળીના અનુવાદ રૂપે ઈ. સ. ૧૯૩૩ માં પ્રગટ થઈ. તેમણે રહસ્યવાદ ઉપર ખૂબ લખ્યું છે. “તપસને વિકાસક્રમ', બુદ્ધિપ્રકાશ, ઓકટે. ૧૯૩૬); “બંગાળાના બાઉલ” (“પ્રસ્થાન'); “સહજિયા સંપ્રદાય” (“પ્રસ્થાન” માગશર સં. ૧૯૯૧) મહારાષ્ટ્રને રહસ્યવાદ' ('કૌમુદી', ૧૯૩૪ એપ્રિલ): બાહ્યાંતર અનુભૂતિ (બુ. પ્ર.” જુલાઈ ૧૯૩૭); * Mysticism': (Kalyan Kalpataru Vol. 1 No. 4); “મૃત્યુની નિબિડ ઉપલબ્ધિ ' (પ્રસ્થાન, જેઠ સં. ૨૦૦૦); આચાર્ય ક્ષિતિમોહન સેન” (“ભારતી' દીપોત્સવી અંક ૨૦૯ ૨); “મારું મંતવ્ય” (“પ્રસ્થાન ૧૯૪૫) મંત્રપ્રાપ્તિ (“પ્રસ્થાને” ચિત્ર ૨૦૦૨); “આંતર પલટ' (“પ્રસ્થાનવૈશાખ ૨૦૦૨); “મૌન':( પ્રસ્થાન, વૈશાખ ૨૦ ૦૨); “અગમ્યવાદની કાંઈક ઝાંખી' (ભારતી' દીપોત્સવી અંક ૨૦૦૩)–વગેરે મનનીય લેખે એમના તત્ત્વનિષ્ઠ અભ્યાસની સાક્ષી પૂરે છે અને લેખકનું વિશિષ્ટ દૃષ્ટિબિંદુ સમજાવી જાય છે. તેઓ બંગાળી ભાષા-સાહિત્યના સારા અભ્યાસી હોઈ સુંદર ને શિષ્ટ બંગાળી કૃતિઓ ગુજરાતીમાં પીરસતા રહ્યા છે.
કૃતિનું નામ
પ્રકાર
કૃતિઓ રચના પ્રકાશન– પ્રકાશક મૌલિક સાલ સાલ
સંપાદન કે
અનુવાદ છે ૧૯૩૩ ગુજરાત વિદ્યા- બંગાળીમાંથી
સજા, અમદાવાદ અનુવાદ
૧. મધ્યકાલીન ઈતિહાસ
ભારતીય સંસ્કૃતિ