________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૧૦
વાર્તા “નામુ મની” તેમણે હિંદીમાં લખી અને હિંદી નવલસમ્રાટ પ્રેમચંદજીએ તેને સત્કાર આપ્યો; તેને “હૃક્ષ' માસિકમાં સ્થાન મળ્યું; તેથી ઉત્તેજાઈને તેમણે વધુ આત્મશ્રદ્ધાથી ઘણો દાઢ નામની લાંબી નવલકથા હિંદીમાં લખી. પણ સૌ પ્રકાશકેએ આ ઊગતા લેખકને જાકારો આપ્યો. છેવટે પ્રેમચંદજીએ તેને છાપવાનું બીડું ઝડપ્યું અને છાપી. પછી તે પુસ્તકનાં ચારે બાજુથી હિંદી સાહિત્યજગતમાં વખાણ થયાં. સ્વ. મેઘાણીની પ્રેરણાથી તેમણે ગુજરાતી સાહિત્યના પ્રદેશમાં ય ઝૂકાવ્યું અને ઘર વાર ને ઘર ભણી નામે ગુજરાતી અનુવાદ તૈયાર કર્યો. “જન્મભૂમિ'ના “કલમક્તિાબ' વિભાગમાં હિંદી સાહિત્યક્ષેત્રે પ્રથમ ગુજરાતી તરુણ-એ મથાળા નીચે સ્વ. મેઘાણીએ તેની ગુજરાતી આવૃત્તિની પેટ ભરીને પ્રશંસા કરી.
“ઘજી રા' નવલકથાનું વસ્તુ તેમને કેવી રીતે સાંપડયું અને તેમાંથી તેમને અંતઃક્ષોભ કેવી રીતે ઉદ્દભવ્યો એ જણાવતાં લેખક કહે છેઃ “૧૯૩૧-૩૨ માં શ્રી. મેઘાણીકૃત ‘ચિતાના અંગારા'માંની વાર્તાઓએ છાપ પાડી હતી અને તે જ અરસામાં પ્રેમચંદજીની નવલકથાઓ તરફ મનની લવાની લાગી હતી. વળી ટાગોર આદિની વાર્તાઓથી મુગ્ધ બનીને ભાવની ઉત્કટતાવાળી વાર્તાઓ લખવાનું મન થયા જ કરતું. ત્યાં તે હરિજનઉદ્ધાર માટેના ગાંધીજીના ૨૧ દિવસના ઉપવાસોએ હિંદનું વાતાવરણ ગમગીન બનાવી દીધું. મારા ગામની ઝૂંપડીમાં બેસી હું એક વખત માનસિક યાત્રા કરી રહ્યો હતો. ત્યાં એક ગરીબ બાળક જેને મારા પિતાએ પાળ્યું હતું અને જે કેટલાક વખતથી નાસતો ફરતો હતો, તે એકાએક આવ્યો. તેની કરુણ વીતકકથા મેં સાંભળી. હરિજન–પ્રશ્ન, ગામની સ્મૃતિઓ અને એ બાળકના જીવનના વિવિધ રસથી મિશ્રિત પ્રસંગો – એ ત્રણેય વાનાં મળીને મારા મનમાં વાર્તાનું રૂપ ઘડાયું અને તે જ મારી પ્રથમ લાંબી કૃતિ શ્રી રાø.” એ જ પ્રમાણે તેમની પહેલી ટૂંકી વાર્તા પાકુ મંદીના વસ્તુનું મૂળ જણાવતાં તે કહે છે: “પિતાજીને બગીચાને શેખ. ભંગી તેને પાણી પાય. એક વખત બગીચામાં ડુક્કરો ઘૂસી ગયાં. બગીચાનું નિકંદન કર્યું. પિતાજી અત્યંત કૃદ્ધ થયા ને ભંગીને માર્યો. મારા હૃદયમાં અત્યંત પીડા થઈ અને તેના આઘાતરૂપે 15 મી વાર્તા જન્મી.”
એમના જીવનને મુખ્ય ઉદ્દેશ ‘જગતનાં સર્વ પ્રાણીઓમાં સ્નેહને સંચાર કરવાનું છે. એ ઉદ્દેશને શક્ય રીતે સાહિત્ય દ્વારા સિદ્ધ કરવાને પ્રયત્ન તેમણે કરેલો છે. ડિકન્સ, ટાગોર, શરદચંદ્ર, મેઘાણી, પ્રેમચંદજી વગેરે