________________
ગયા દાયકાના વાણમય પર દષ્ટિપાત
પ્રણય–આલેખનમાં સ્વછ દામ્પત્યની પ્રસન્નગંભીર પ્રૌઢિ કરતાં યૌવનની નિરકેશ મસ્તી, ચાંચલ્ય, અશાંતિ, પ્રેમનું વૈફલ્ય, દર્દ અને તેમાંથી ઉદ્દભવતા સ્વૈરવિહારી ચિંતનનું નિરૂપણ વિશેષ જોવા મળે છે.
આ દાયકાનાં કાવ્યોને કેટલાક ભાગ વિસરાઈ ગયેલ ભક્તિ અને ઈશ્વર-તત્ત્વ તરફ પુનઃ જાગતું વલણ બતાવે છે. કવિ પૂજાલાલ ભક્તિ, સ્તુતિ અને પ્રાર્થનાને જ ત્રણ–ચાર કાવ્યસંગ્રહના વિષય બનાવે છે. કોઈ અજ્ઞાત કવિની “શ્રી ગંગાચરણે” “તુજ ચરણે... ‘હૃદયપકાર” “મનને” “જીવન પગલે’ આદિ પુસ્તિકાઓમાંની ભક્તિપિષક કવિતા તેનું બીજું નિદર્શક દૃષ્ટાંત છે. શ્રો. સુંદરમસંપાદિત ‘દક્ષિણ” વૈમાસિકમાં રજૂ થતાં મૌલિક અને અનુવાદિત કાવ્યો તેમજ વિવિધ સામયિકોમાં પ્રગટ થતાં રહેતાં સુંદરમથી માંડીને શ્રીકાન્ત માહુલીકર સુધીના કવિઓનાં કાવ્યો આ દાયકાની કવિતાને આધ્યાત્મિક ઝક પણ આપે છે. “યાત્રા” “અભિસાર', “મંજૂષા', “ગોપીહદય', (અનુવાદ) “ભગવાનની લીલા” વગેરે કૃતિઓમાં પ્રતીત થતી પ્રભુશ્રદ્ધા અને અગમ્ય તત્ત્વની ઝંખના પણ આ વાતનું સમર્થન કરે છે. શ્રીમદ્દ ભગવદ્દગીતાના અનેક અનુવાદ અને “વેદાંતવિલાસ” કે “શંકરવિલાસ” જેવા જૂની પદ્ધતિના પદસંગ્રહોની બે ત્રણ વર્ષમાં જ થતી ચાર-ચાર આવૃત્તિઓ બતાવે છે કે આમજનતાને બહોળા વર્ગ પારંપરિક ધર્મપુસ્તકે માટે ઠીક રુચિ બતાવે છે.
હાસ્યરસનાં કાવ્યો પણ વીતેલા દાયકામાં ઠીક સંખ્યામાં મળેલાં છે. આગલા દાયકામાં શેષ, સુંદરમ આદિના સંગ્રહોમાં જોવાતાં તેમ આ દાયકાના સંગ્રહોમાં ય કયાંક કયાંક કટાક્ષપ્રધાન કે વિનોદપ્રધાન કાવ્યો મળી રહે છે. ઉપરાંત આ ગાળામાં “કટાક્ષકાવ્યો” “વૈશંપાયનની વાણી' અને “નારદવાણી” એ ત્રણ સંગ્રહો કેવળ હાસ્યરસનાં જ પ્રગટ થયેલાં છે એ નોંધપાત્ર બિના છે. તેમાંથી પહેલા બે સંગ્રહના કર્તા અનુક્રમે દેવકણું જોશી અને કરસનદાસ માણેકમાં હાસ્યની સ્વાભાવિક દષ્ટિ, દો અને ઢાળની સારી હથેટી, શિષ્ટ તેમજ તળપદા શબ્દો પરંનું એકસરખું પ્રભુત્વ, વાણની રમૂજ, ચાતુર્ય અને દૃષ્ટિની વેધકતા વરતાય છે. ત્રણે
૧. બીજી તરફ આ હકીકત ઉપરથી એમ કહી શકાય કે ભક્તિ અને તત્ત્વજ્ઞાનની ભૂમિકા ઉપર પણ આધુનિક કવિતાપ્રવાહને લકરુચિ ભાવે જ અપનાવી શકી છે,