________________
ગ્રંથકાર-પરિતાવલિ કરીને સમૈયાએ ગુજરાતી સાહિત્યમાં અને ખી ભાત પાડી છે. દેશવિદેશના લેકેના જીવનને વણી લેતી, તેમની “ઊર્મિ માં પ્રગટ થતી વાર્તાઓ પ્રત્યે શ્રી કિશોરલાલ મશરૂવાળાએ અનુરાગ વ્યક્ત કર્યો હતો; ભૂગોળ અને ઈતિહાસના લાંબા તેમજ વિવિધરંગી પટ પર વિસ્તરતી નવલકથાઓ તેમણે રચી છે. તેમની પહેલી નવલકથા “પૃથ્વીને પહેલો પુત્ર” કલાદષ્ટિએ ખામીવાળી હોવા છતાં વિષયના નાવીન્યને કારણે વિવિધ દિશામાંથી આવકાર પામી હતી. “સમાજના ત્રીજા અંગરૂપ મવાલીને જીવનનું તાદશ ચિત્ર આપતી ઉદેશપ્રધાન નવલડી “પુનરાગમન ”મૈયાની વાર્તાકલાનો સ્પષ્ટ વિકાસ સૂચવે છે. “છોકરાંઓને નમાલાં બનાવી મૂકે તેવું સાહિત્ય પ્રકટ થાય છે તે મારાથી નથી સહન થતું ” એમ ફરિયાદ કરતા સામૈયાએ બાળકો અને કિશોરોને સાચા પુરુષાથી બનાવે તેવું સત્ત્વશાલી બોલ– સાહિત્ય પણ પીરસ્યું છે. ટૂંકમાં નવીન વિષયો અને જીવનના વિવિધ અનુભવનું પોતાની રીતે વાર્તામાં વિતરણ કરીને સોમૈયાએ ગુજરાતી સાહિત્યમાં પોતાના વ્યક્તિત્વની વિશિષ્ટ છાપ પાડી છે.
૧૯૪૧ માં “સંધમાંથી છૂટા થઈને તેઓ ફરીથી કરાંચી ગયા અને શિક્ષણ-કાર્યમાં ડૂબી ગયા. પણું શરીર કથળતાં રાણપુર પાછા આવવું પડ્યું. ૧૯૪૨માં હદયરોગનો હુમલો થતાં તેઓ અમદાવાદ સારવાર અર્થે આવ્યા અને જુલાઈની ૧૮મી તારીખે ચોત્રીસ વર્ષની ભરજુવાન વયે અવસાન પામ્યા. | સ્વ. સામૈયાએ છેલ્લી પળ સુધી લેખન-કાર્ય ચાલુ રાખ્યું હતું. તેમણે લેખકના વ્યવસાયને અર્થોત્પાદક સાધન તરીકે નહિ, પણ સાધના તરીકે અપનાવ્યું હતું. પોતાના લખાણ દ્વારા શુદ્ધ ભાવનાનું ઉદ્દબોધન કરવાની તેમની નેમ તેમનામાં રહેલી શિક્ષકની દૃષ્ટિનું નિદર્શન કરે છે. ચોખૂટ ધરતી પર વસતી માનવપ્રજાના પ્રત્યેક ઘરમાં–પછી તે ભલેને જંગલી, અણઘડ કે ગુનેગારની છાપ પામ્યો હેય-માનવતાનું ઝરણું વહી રહ્યું છે એ બતાવવાને તેમને મુખ્ય ઉદ્દેશ હતો. જોડણીની શુદ્ધિ માટે તેમની ચીવટ એટલી હતી કે એક વાર “હરિજનબંધુ'માં આવેલી કેટલીક છાપભૂલે તરફ ગાંધીજીનું ધ્યાન દોરીને તેમાં યોગ્ય સુધારા કરાવ્યા ત્યારે જ તે જગ્યા હતા. તેમની કથનરીતિ સરલ, રસવાહી અને ચોકસાઈવાળી હતી. વાચકના મનમાં રમ્યાં કરે એવાં પાત્રો સર્જાવાની હથોટી પણ તેમને આવી ગઈ હતી. તેમની વાર્તાઓ પ્રૌઢ કલાસ્વરૂપ ધારણ કરે તે પહેલાં તે એમની પ્રવૃત્તિને કાળે અટકાવી દીધી. તેમ છતાં પાંચેક વર્ષના ગાળામાં બધી મળીને વીસેક કૃતિઓ આપનાર હરજીવન સામૈયાનું નામ સાહિત્યને