SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ (સા.) સુમતિ લલ્લુભાઈ શામળદાસ ગુજરાતી સાહિત્યના આકાશમાં ઉદય પામીને તરત અસ્ત પામી જનાર્ આ લેખિકા બહેનના જન્મ ઈ. સ. ૧૮૯૦ માં ભાવનગરના સુપ્રસિદ્ધ વણિક ગૃહસ્થ લલ્લુભાઈ શામળદાસને ત્યાં થયેા હતા. સરદાર ભોળાનાથ સારાભાઈના પુત્ર સ્વ॰ ભીમરાવનાં એ દૈાહિત્રી થાય. > તેમણે શાળામાં રીતસર અભ્યાસ બહુ થાડા કરેલા, પણ બુદ્ધિની તીવ્રતા, જ્ઞાનની જિજ્ઞાસા અને પિતાના ધનુ પુસ્તકમય વાતાવરણ એ સ'ને પરિણામે' સુમતિને ‘વાંચવાના શાખ બેહદ થયા ' હતા. માંગરેાળવાળા વૈષ્ણવ અન`તપ્રસાદની પાસે તેમણે સ`સ્કૃતના અભ્યાસ ધેર કર્યો હતા. અગ્રેજી સાહિત્યને પણ તેમને ઠીક પરિચય હતા. અંગ્રેજ કવિ રોબર્ટ બ્રાઉનિંગ તથા મિસિસ બ્રાઉનિંગની કાવ્યકૃતિઓના શોખ તેમને તેમના પિતાના મિત્ર મિ૰ ખરોજી પાદશાહે લગાડયો હતા. આમ, ઊગતી વયથી જ સાહિત્યરસિકતાનાં ખીજ સુમતિના હૃદયમાં પડથાં હતાં. અગ્રેજી અને સ ંસ્કૃત સાહિત્યના અભ્યાસ સાથે તેમની સશક્તિ લળતાં સુમતિએ સત્તર અઢાર વર્ષની વયે લેખન-કાય શરૂ કર્યું હતું. તેમણે ભાષાંતર, પછી અનુકરણ, સ યેાજન-રૂપાન્તર અને છેવટે સ્વતઃકલ્પિત રચના—એ ક્રમ અનુસાર કાવ્યરચના કરી જણાય છે. દક્ષિણની મુસાફરી કરતાં ડાળીમાં એઠાં બેઠાં પેાતે ઇશ્વરભક્તિનાં કેટલાંક કાવ્યેા લખ્યાં હતાં તેને ‘પ્રભુપ્રસાદી ' નામે પહેલા કાવ્યસંગ્રહ તેમણે અઢાર વર્ષની વયે બહાર પાડયો હતા. પછી કુદરત, સમાજ, ઈશ્વરભક્તિ અને અંગત અનુભવને આલેખતી ૫૮ કૃતિઓના ખીજો સંગ્રહ ‘કાવ્યઝરણાં’ નામે તેમના મૃત્યુ ખાદ પ્રગટ થયા હતા. તેમાં માટા ભાગની (૪૦) સ્વત:કપિત રચનાઓ હતી. સુમતિની કવિતામાં, અલકાર, છંદ, ભાષા, પદ્યરૂપ આદિ પરત્વે કાઈ વિશેષતા જોવા નહિ મળે, પણ સુકુમાર રસયુક્ત કલ્પના અને ‘ સરલગામિની શૈલી' તેમની નિસસિદ્ધ કવિત્વશક્તિની પ્રતીતિ કરાવે છે. તેમણે અ'ગ્રેજીમાંથી આધારરૂપ વસ્તુ લઈને સ્વતંત્ર કલાવિધાનવાળી કેટલીક ટૂંકી નવલકથાના કદની વાર્તા લખી હતી, જેનાં નિર્દોષ અને સાત્ત્વિક છતાં વાસ્તવદર્શી પાત્રચિત્રણા ઠીક આકર્ષીક નીવડાં હતાં. વાર્તાનું નાટકરૂપે કે કાવ્યરૂપે અથવા કાવ્યનું વાર્તારૂપે પુનટન કરવાની કુશળતા પણ તેમનામાં હતી. સમર્થ સર્જકની આગાહી આપતી તેમની
SR No.032069
Book TitleGranth Ane Granthkar Pustak 10
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1952
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy