________________
(પં.) શ્યામજી કૃષ્ણ વર્મા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલા આ ક્રાન્તિકારી પંડિતને જન્મ કચ્છ પ્રદેશના માંડવી ગામના ગરીબ ભણસાળી કુટુંબમાં તા. ૪થી ઑક્ટોબર ૧૮૫૭ના રોજ થયું હતું. તેમના પિતા કૃષ્ણ વર્મા મુંબઈમાં , નાનકડી દુકાન ચલાવીને કુટુંબના ગુજરાન પૂરતું કમાતા હતા, ત્યારે શ્યામજી તેમની માતા સાથે વતનમાં રહીને ભણતા હતા. પ્રાથમિક શિક્ષણ માંડવીમાં લઈને શ્યામજી ભૂજની અંગ્રેજી શાળામાં દાખલ થયા ત્યારે અસાધારણ બુદ્ધિપ્રભાવાળા વિદ્યાર્થી તરીકે શાળામાં તેમજ પરિચિત મંડળમાં તેમની દઢ છાપ પડી હતી. મુંબઈના જાણીતા સુધારક મથુરાંદાસ લવજીએ શ્યામજીના અભ્યાસમાં રસ લેવા માંડ્યો. તેમના આગ્રહથી આ તેજસ્વી વિદ્યાર્થીને મુંબઈની વિલસન હાઈસ્કૂલમાં દાખલ કરવામાં આવ્ય; ત્યાં અનેક મરાઠી, કોંકણી ને ખ્રિસ્તી વિદ્યાર્થીઓને તેણે વિદ્યાભ્યાસમાં હંફાવ્યા હતા. .
હાઈસ્કૂલના અભ્યાસ દરમ્યાન શ્યામજીને મથુરાદાસે પ્રખ્યાત વાસુદેવ શાસ્ત્રીની સંસ્કૃત પાઠશાળામાં દાખલ કરાવ્યા હતા. ત્યાં શ્યામજીએ સંસ્કૃત કાવ્ય, વ્યાકરણ અને ન્યાયશાસ્ત્ર ભણુને અઢાર વર્ષની ઉંમરે તે પંડિતના જેટલી વિદ્વત્તા કેળવી હતી. શાળાની તેજસ્વી કારકિર્દીએ એક તરફ તેમને ગોકળદાસ કહાનદાસ શિષ્યવૃત્તિને, અને બીજી તરફ મુંબઈના એક ધનપતિ શેઠ છબીલદાસ લલ્લુભાઈનાં પુત્રી ભાનુમતી સાથે લગ્નને એમ બેવડ લાભ કરાવ્યો હતે. ૧૮૭૫માં ઓકસફર્ડના સંસ્કૃત ભાષાના વિદ્વાન પ્રોફેસર મોનિયર વિલિયમ્સ હિંદુસ્તાનમાં આવ્યા હતા. તેમણે સંસ્કૃતમાં અખલિત વાગ્ધારા ચલાવતા આ અઢાર વર્ષના વિચક્ષણ જુવાનની વિદ્વત્તાની પ્રશંસા કરી હતી, જેને પરિણામે એના હૃદયમાં વિલાયત જઈને ઉચ્ચ અભ્યાસ કરવાની મહત્વાકાંક્ષા જાગી હતી. ૧૮૭૬માં આવી ઉચ્ચ પ્રતિષ્ઠા પામેલે વિદ્યાર્થી મેટ્રિકની પરીક્ષામાં બેસે છે, પણ આંખોની . અસહ્ય પીડાને કારણે તે નાપાસ થાય છે..
એ જ અરસામાં શ્યામજી સ્વામી દયાનંદ સરસ્વતીના સંપર્કમાં આવ્યા હતા, અને તાજા સ્થપાયેલ આર્યસમાજની તેમણે દીક્ષા પણ લીધી હતી. સ્વામીજીની વેદધર્મ પ્રવર્તક વિચારણને ઝડપથી ગ્રહી લઈને તેને સ્વામીજીની માફક સંસ્કૃતમાં વ્યાખ્યાનો આપીને પ્રચાર કરવાને
૧૩.