SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથ અને ગ્રંથકાર ૩૦ ૧૦ સ્વામી દયાનંદ સરસ્વતી, ૫. ગટ્ટુલાલજી, દાદાભાઈ નવરેાજી વગેરેને રૂબરૂ મળ્યા હતા અને તેમનાં વ્યાખ્યાન સાંભળ્યાં હતાં. ગ ૧૮૮૬ માં માલપુર દરબારની નેકરીમાં તેઓ ફરી જોડાયા. ત્યાંથી મહીકાંઠાના પેાલીટીકલ એજન્ટની મારફત સામેરામાં ઓપિયમ ઑફિસરની સરકારી નાકરી મળી. ત્યાં એ વ નાકરી કરી એટલામાં એક અમલદાર પર લાંચ લેવાના આરેાપના સુકમામાં તેમની જુબાની સરકારી ખાતાને પસંદ નહિ પડતાં મગનલાલને છૂટા કરવામાં આવ્યા. પછી માલપુરમાં ફાજદાર તરીકે થોડા વખત રહીને ૧૮૮૯ ના આગસ્ટમાં તે મુંબઇ ગયા અને ત્યાંની જ્યુબિલી મીલમાં કોટન કારકૂન તરીકે રહ્યા. આ અરસામાં મગનલાલે લેખન-કાર્યાં શરૂ કર્યું.'. ૧૮૮૯ના ડિસેમ્બર મહિનામાં કૅગ્રિસનુ` પાંચમું અધિવેશન મુંબઈમાં ભરાયું હતું. તે વખતે તેમણે ‘ઇન્ડિયન નેશનલ કૅૉંગ્રેસ' નામની એક ન્હાની પુસ્તિકા લખીને બહાર પાડી હતી. તેમાં કૉંગ્રેસના ચાર વર્ષના ટૂંકા ઇતિહાસ અને તે નાંહેતુ ને ઉપયેાગિતાનુ' વાર્તારૂપે બયાન કરવામાં આવ્યુ હતું. આ પુસ્તિકા લેાકાને પસંદ પડતાં એ જ વખતે તેની હજારો નકલ ખપી ગઈ અને મગનલાલને પણ ખ્યાતિ મળી. પછી તેમણે મુંબઇની પારસી કામની સાંસારિક સ્થિતિની હિંદુ સમાજના રિવાજ સાથે તુલના દર્શાવતી · સંસારચિત્ર કા'ખરી ’ નામની વાર્તા લખી, જે તેમના સમયમાં ઠીક વખણાઈ હશે એમ ગુજ રાતના કેટલાક અગ્રગણ્ય સાક્ષરાના તેમણે ટાંકેલા અભિપ્રાય પરથી સમજાય છે. પછી તેમણે ‘ મુંબઇ શહેરનું વણુ ન ' તથા ‘ ખેતીવાડીનાં મૂળતત્ત્વની પાઠમાળા ભા. ૧ ' લખ્યાં હતાં. આ ઉપરાંત ‘ બુદ્ધિપ્રકાશ ’, ‘ સત્યમિત્ર ’ વગેરે પત્રમાં તેઓ ખેતી, આરેાગ્ય આદિ વિષયા પર છૂટક લેખા પણુ લખતા હતા. આમ, લેખનકામાં આત્મશ્રદ્ધા ઉત્પન્ન થયા પછી મગનલાલે - મહાજન–મંડળ 'નુ' મહાભારત કાર્ય' ૧૮૯૨ માં ઉપાડ્યું. રાયલ સાઇઝના ૧૪૨૦ પાનાંના આ બૃહદ્ ગ્રંથ મગનલાલના પુરુષાર્થના સ્મારકરૂપ છે. આ ગ્રંથમાં તેમણે ભારતવર્ષોંના પ્રાચીન તેમજ અર્વાચીન યુગના નૃપતિઓ, રાજપુરુષા, સતા, ધમ'પ્રવા, પ'ડિતા, કવિઓ, દેશભક્તો, ધમાઁચિંતા, વૈદ્ય-દાતા, સંગીતકારી તેમજ સતીએ, વીરાંગના અને વિદુષી વગેરેના પરિચયા આપેલા છે. આ લેખાની લખાવટમાં કાઇ
SR No.032069
Book TitleGranth Ane Granthkar Pustak 10
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1952
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy