________________
પ્રાણશંકર પ્રેમશંકર ભટ્ટ
શ્રી પ્રાણશંકર શાસ્ત્રીને જન્મ વિ. સં. ૧૯૧૭ માં તેમના વતન જામનગરમાં થયો હતો. તેઓ જ્ઞાતિએ પ્રશ્નોરા નાગર હતા. આપણું પ્રસિદ્ધ પુરાતત્ત્વવિદ્દ શ્રી દુર્ગાશંકર શાસ્ત્રી તેમના ભાણેજ થાય. પ્રાણશંકરભાઈએ ગુજરાતી છ ધોરણો પૂરાં કરીને સંસ્કૃતને પદ્ધતિસર અભ્યાસ જામનગરમાં કેશવજી શાસ્ત્રી પાસે કર્યો હતો. તેમનામાં “સંસ્કૃત ગ્રંથને મર્મ સમજવાની” “સારી શક્તિ” હતી. તેમ છતાં તેમણે લેખન-કાર્ય ગુજરાતીમાં જ કર્યું છે. તેમના ગુજરાતી અક્ષરો સ્વચ્છ અને સુવાચ હતા. શ્રી દુર્ગાશંકર શાસ્ત્રી મામાના અક્ષરોનો મરડ પોતાના અક્ષરોમાં ઉંમર વધતાં ઊતર્યો હોવાનું પિતાના “અક્ષરજીવનનાં સ્મરણો'માં નધેિ છે.
પ્રાણશંકરભાઈ સત્તર-અઢાર વર્ષના હતા ત્યારથી તેમને પદ્યરચનાને શોખ લાગ્યો હતો. તેમના તરુણ વયના કાવ્યપ્રયોગના સાથી ‘કાન્ત’, પ્રભાશંકર પટ્ટણી અને કવિ દુર્લભ શ્યામ ધ્રુવ વગેરે તેમના જ્ઞાતિબંધુઓ હતા. તેમના કાવ્યસંગ્રહ “કાવ્યકુસુમ'માં તેમના આ સાહિત્ય -મિત્રાની પાદપૂર્તિઓ પણ સંઘરાયેલી છે. આ સંગ્રહમાં સંસ્કૃત સુક્તકેના અનુવાદ ને તે પદ્ધતિનાં ગુજરાતી મુક્તકે તેમજ બોધક ને સ્તુતિરૂ૫ રચનાઓને સમાવેશ થાય છે. એમાંનાં કેટલાંક કાવ્યો સારા સંસ્કારવાળાં અને પ્રાસાદિક છે, જે ઉપરથી કર્તામાં સારી કાવ્યપ્રતિભાનાં બીજ છે” એમ મણિલાલ નભુભાઈએ તેનું અવલોકન કરતાં અભિપ્રાય આ હતા. પદ્યરચનાને શેખ પ્રાણશંકરભાઈએ છેવટ લગી જાળવી રાખ્યા હતા.
તેમણે ગદ્ય પણ ઠીક પ્રમાણમાં લખ્યું છે. સંપ, બ્રહ્મચર્ય અને બ્રાહ્મણવર્ગની ઉન્નતિ દ્વારા સામાજિક ઉન્નતિ એ તેમના બેધક નિબંધોના મુખ્ય વિષયે છે. તેઓ શ્રી ઝંડુ ભટ્ટજીના સંસર્ગમાં હતા. વૈદ્યક તેમના અભ્યાસને પ્રિય વિષય હતો. “વૈદ્ય કહપતરુ' અને “આયુર્વેદ વિજ્ઞાન'માં તેઓ વૈદ્યક વિશે છૂટક લેખ લખતા. વિ. સં. ૧૯૭૪ માં પ૭ વર્ષની વયે તેમનું અવસાન થયું હતું.'