SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથ અને થકાર પુ. ૧૦ "તખ્તા-પ્રયોગ કરનાર મુંબઈ ગુજરાતી નાટક મંડળીને એનાથી સારી પ્રસિદ્ધિ મળી. બાકીનાં ત્રણ તે સ્વરાજ્યની ભાવનાને રજૂ કરતું નાટક “સુધાચંદ્ર', હેમરૂલ લીગની ચળવળને અનુલક્ષતું “મધુબંસરી' અને મજુરેની જાગૃતિને વિષય બનાવતું “મેઘમાલિની.' . આ અરસામાં વિભાકર ગુજરાતી રંગભૂમિના ઉત્તમ અદાકાર શ્રી, જયશંકર (સુંદરી), શ્રી. બાપુભાઈ નાયક અને શ્રી. મૂળચંદ (મામા)ના સંપર્કમાં આવ્યા હતા. શ્રી જયશંકર “મુંબઈ ગુજરાતી 'માંથી છૂટા થઈને ૧૯૨૨ માં લક્ષ્મીકાંત નાટક સમાજમાં જોડાયા હતા. મૂળચંદ (મામા) તેમાં દિગ્દર્શક તરીકે નિમાયા હતા. શ્રી જયશંકરને વિભાકર માટે અતુલ માન અને અનુરાગ. એટલે નવી નાટક કંપનીમાં જોડાતાં જ તેમણે સંકલ્પ કરેલે કે વિભાકરની જ કૃતિ દ્વારા આ નવી રંગભૂમિ ઉપરથી શ્રોતાગણને વંદન કરવું. પરિણામે, વિભાકરે શ્રી જયશંકરના પાત્રને લક્ષમાં રાખીને “અબજોનાં બંધન' નામનું નવું નાટક લખ્યું. એમાં મહાદેવી લક્ષ્મીની મર્યાદાઓને નિર્દેશ કરીને ” ભારતમુક્તિની ભાવના સમજાવેલી છે. તા. ૨-૧૨-૨૨ ના રોજ વિકટેરિયા થિયેટરમાં આ નોટક ભજવાયું હતું. વિભાકરનાં આ છ નાટમાંથી પાંચ નાટક કંપનીને ભજવવા સારુ આપી દીધેલાં એટલે એમાંથી એકે પ્રસિદ્ધ થઈ શકેલ નહિ. એથી આજે એ નાટકે પ્રાપ્ય નથી એ દુર્ભાગ્યની વાત છે. એ કૃતિઓ અપ્રાગતિક દશામાં સબડતી ગુજરાતી રંગભૂમિને નવી ચેતનદાયી હવામાં / લાવી મૂકવાના તેના લેખકના સમર્થ પ્રયત્નરૂપ હતી. નવીન દેશભાવનાના ઉદયને એ યુગ હતું. ગુજરાતી રંગભૂમિ ઉપર નવીન પ્રગતિશીલ વિચારશ્રેણવાળાં નાટકે સૌથી પ્રથમ વિભાકરે આપ્યાં છે અને એ પ્રકારનાં નાટકોને સૌથી પ્રથમ ભજવવાનું માન મુંબઈ ગુજરાતી નાટક મંડળીને મળે છે એમ કહીએ તે નથી. નવીન વિષયને નાટકમાં વણવા ઉપરાંત, સંસ્કારી ભાષામાં જેસીલા સંવાદો રચીને શ્રી વિભાકર ધારી અસર ઉપજાવી શકતા હતાં. રંગભૂમિના ઉદ્ધારના ઉત્સાહમાં તેમણે “રંગભૂમિ' નામનું સૈમાસિક સંવત ૧૯૭૯ના કારતક મહિનામાં કાઢયું હતું. પણ કેવળ રંગભૂમિના પ્રશ્નોની વિચારણું અને તખ્તાલાયક નાટકને ફાલ આપવાને
SR No.032069
Book TitleGranth Ane Granthkar Pustak 10
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1952
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy