________________
થયાર-થાપિતાવલિ રજનીશી લખીને ગુજરાતી ગદ્યને, ઉપર જોયું તેમ, તેમણે ભાંખોડિયાં ભરતું કર્યું એમ કહી શકાય. દુર્ગારામે નિવૃત્તિકાળમાં લખેલું સાહિત્ય સંધરાયું નથી. પણ ગુજરાતી સાહિત્યના ઈતિહાસમાં તેમનું સ્થાન નિશ્ચિત કરવામાં આ એક જ વિશિષ્ટ કૃતિx બસ છે.
* અભ્યાસ-સામગ્રી
૧. મહીપતરામકૃત “દુર્ગારામચરિત્ર” ૨. “મહાજનમંડલ, પૃ. ૧૧૩૨-૧૧૩૮ ૩. “અર્વાચીન ગુજરાતનું રેખાદર્શન', વિભાગ બીજો ૪. “મરણમુકર'(ન. ભ. દી.) ૫. અર્વાચીન ચિન્તનાત્મક ગદ્ય', (વિ. ૨. ત્રિવેદી) વ્યાખ્યાન પહેલું ૬. “ દુર્ગારામ મહેતાજી” (ઉમાશંકર જોષી); “સંસ્કૃતિ': માર્ચ, ૧૫૦
અને જૂન, ૧૯૫૦ ૭. “ગુજરાતી આત્મકથાસાહિત્યની રૂપરેખા' (ધીરુભાઈ ઠાકર ):, “રેખા,
એકબર ૧૯૪૭ ૮. ' દુર્ગારામ મહેતાજી” (દલપતરામ): “બુદ્ધિપ્રકાશ', મે, ૧૮૭૭
- x દુર્ગારામચરિત્ર” રૂપે સચવાઈ રહેલી આ સામગ્રી અભ્યાસીઓને આજે એકાદ બે જનાં પુસ્તકાલયે સિવાય અન્યત્ર જોવા મળવી પણ મુશ્કેલ છે. એટલે અહીં તેને કંઈક વિસ્તારથી પરિચય આપ્યો છે. ગુજરાતની કઇ સાહિત્ય કે વિદ્યોત્તેજક સંસ્થા મહીપતરામકૃત કરસનદાસ ચરિત્ર” તેમજ આ કૃતિને વહેલી તકે પુનર્મુદ્રિત કરીને પ્રકાશમાં લાવે એ જરૂરી છે.