________________
દુર્ગારામ મંછારામ દવે
નવીન શિક્ષણના પ્રકાશમાં ગુજરાત ખાતે સુધારા-પ્રવૃત્તિની પહેલ કરનાર દુર્ગારામ મહેતાજીના જન્મ ઇ. સ. ૧૮૦૯ના ડિસે`બરની ૨૫ મી તારીખે તેમના વતન સુરતમાં થયેા હતેા. તેમના પિતાનું નામ મછારામ અને માતાનું નામ નાનીગવરી હતું. જ્ઞાતિએ વડનગરા નાગર બ્રાહ્મણ. મારામ દવે જકાત ઉધરાવવાના ઈરા ધરાવતા હતા. આર્ટ વરસની ઉંમરે દુર્ગારામ વીસા સુધીના અંક શીખ્યા; પછી તે એક પેઢી પર નામું શીખવા રહ્યા. બાર વરસની વયે એ જ પેઢીમાં મામુલી પગારથી દુર્ગારામ મુનીમ તરીકે રહ્યા. પણ તેમના ઉમંગી અને સાહસિક મનને વાણાતરીમાં ચેન પડતું નહિ. જ્યાંથી મળે ત્યાંથી પુસ્તકા વાંચીને કિશાર દુર્ગારામ પેાતાની જ્ઞાન–તૃષા સંતાષવાના પ્રયત્ન કરતા હતા. માતા નાકરી લીધા પહેલાં એકાદ વરસે મૃત્યુ પામી હતી. માસી રેવાકુ વર દુર્ગારામની સંભાળ રાખતાં હતાં. ચારેક વરસ અણુગમતી નોકરીનું વૈતરું ખેંચ્યા પછી તે માસીને લઈને · મુંબઈ ગયા. એ જ વરસે પિતા મૃત્યુ પામ્યા. માસીએ એક શાહુકારને ત્યાં મૂકેલી થાપણ પેઢી ડૂબતાં હૂખી તેથી દુર્ગારામને ગુજરાનની મુશ્કેલી ઊભી થઇ. મુંબઈમાં પૂછપરછ કરતાં તેમને ખબર મળી કે સરકારી નિશાળમાં મફત ભણાવે છે. માસીના પ્રાત્સાહનથી દુર્ગારામે ત્યાં દોઢેક વરસ રહીને . અભ્યાસ કર્યાં તે ગુજરાતી નિશાળના શિક્ષકની યેાગ્યતા મેળવી. પછી એ સૂરત આવ્યા અને ૧૮૨૬ના સપ્ટેંબરની ૧૩ મી તારીખે હિરપરામાં નિશાળ કાઢીને ‘ મહેતાજી' થયા. ૧૮૩૧માં તેમનાં લગ્ન કુંદનગૌરી સાથે થયાં. ૧૮૭૮માં કુંદનગૌરી મૃત્યું પામતાં મહેતાજી વિધુર થયા.
૧૮૪૦માં સરકારી નિશાળાના મહેતાજીને મુંબઈ ખેાલાવી પરીક્ષા લેવામાં આવી. દુર્ગારામ તેમાં શ્રેષ્ઠ ઠર્યાં. ગણિતમાં પહેલે નંબરે પાસ થઇને તેમણે સાતસે રૂપિયાનું ઇનામ લીધું. ત્રણ ચાર વરસ એલપાડમાં બદલી થઇ હતી તે ગાળા બાદ કરતાં, છેક ૧૯૫૨ માં તેમની બલી રાજકોટ થઈ ત્યાં સુધી, બધે વખત દુર્ગારામ સુરતમાં રહ્યા હતા.
શિક્ષક તરીકે દુર્ગારામ મહેતાજી સૂરતમાં સારી પ્રતિષ્ઠા પામ્યા હતા. ‘દુર્ગારામના કાઇ નિશાળિયા મુખ`નહિ ને પ્રાણશંકરના ભાગ્યહીન નહિ ' એવી કહેવત સુરતમાં એ વખતે પ્રચલિત હતી. વિચક્ષણ બુદ્ધિના દુર્ગારામ