________________
ગયા દાયકાના વામય પર દષ્ટિપાત કેમેએ પશુતાને ય શરમાવે તેવી પ્રવૃત્તિ આરંભી; માદરે વતનને અને લાખોની સંપત્તિ, ઉદ્યોગ, વેપાર તથા સ્વજનેને સદા માટે તજીને વિપુલ સંખ્યામાં તેમને સામુદાયિક હિજરત કરવી પડી. તેના જ પ્રત્યાઘાત રૂપે સંવેદનાને થીજાવી દે તેવી ગાંધીજીની હત્યા થઈ. પરંતુ મહાકાવ્ય કે નવલકથાને વિષય બની શકે તેવી આ ઉમૂલક કલંકકથા પાંચ-પચીસ રડ્યાખડ્યાં ક કા કે દસ-બાર ટૂંકી વાર્તાઓ સિવાય આપણું સાહિત્યે ખાસ ઝિલાઈ નથી. એ જ પ્રમાણે પ્રજાજીવનને પોરસ ચડાવે તે આઝાદ હિંદ ફોજને આઝાદી માટેનો મરણિયા પ્રયત્ન પણ બે–ચાર ઉભડક વીરકથાઓ સિવાય સાહિત્યની સૃષ્ટિમાં સ્થિર પ્રકાશ આપે તેવી રીતે ઝિલાયો નથી.
પ્રજાના જીવન ઉપર મૂલગામી અસર કરનાર અનેક યાદગાર, રોમાંચક બનાવીને એક સાથે સાંકળી લેતે આ સભર દાયકે ભારતના ઈતિહાસમાં જવલ્લે જ જોવા મળશે રાજકીય, સામાજિક, આર્થિક અને નૈતિક-તમામ ક્ષેત્રોમાં પ્રજાનાં વૃત્તિ, વલણ, વિચાર અને વર્તનમાં તેણે અનેક મંથને જગાડવાં ; તેમાં ધરમૂળથી અનેક પરિવર્તન કીધાં છે. પ્રજાની જૂની શ્રદ્ધા અને તેનાં પરંપરિત જીવનમૂલ્યો આ દાયકામાં ત્વરાથી બદલાતાં જાય છે, પણ કેાઈએસ નવીન વિચારશ્રદ્ધા કે સ્થિર જીવનદર્શનનું હેકાયંત્ર જાણે કે આ ધૂંધળા વાતાવરણમાં તેને હાથ લાગતું નથી. તેનું મન અસ્થિર છે. એમાંથી સન્નિષ્ઠા અને ક્રિયાનું પ્રમાણુ ઉત્તરોત્તર ઘટતું જાય છે. તેનામાં હૃદયબળ કરતાં બુદ્ધિનું ચાપલ્ય વિશેષ પ્રસરતું જણાય છે. બુદ્ધિના આલંબનથી આંતરિક નિબળતાને છાવરવાના અને બાહ્ય જગતમાં સંસ્કારિતાને ડોળ કરવાના તેના પ્રયત્નો વધતા જાય છે. આવી છે આપણું આ દાયકાની જીવનસંપત્તિ.
એની અસર સાહિત્ય ઉપર જરૂર પડી છે. તેથી આપણું સાહિત્ય પણ જીવનના સત્વશાળી અંશને બદલે જીવનના અસ્થિર, ચબરાકિયા ભાનું ચિત્રણ જ કરે છે. સાહિત્યમાં આશા, માંગલ્ય અને શાંતિપૂર્ણ સૌન્દર્યની છાપને બદલે વિષાદ, ઈન્દ્રિત્તેજક ચાંચલ્ય અને બુદ્ધિ કે ઊર્મિના ક્ષણિક તરવરાટની છાપ વધુ પ્રમાણમાં જોવા મળે છે. ઓછામાં ૧ “Between two worlds, One dead : the other powerless to be born!”
-Mathew Arnold