SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથકા-પિતાવલિ અને કથનરીતિ પર વિશેષ સિદ્ધિ દાખવી શકે છે. બાળકોના કવિ તરીકે પણ દલપતરામનું સ્થાન ઊંચું છે. નિર્દોષ, ઠાવકું હાસ્ય ને સરળ અને પ્રાસાદિક શૈલી દલપતરામને સહજસિદ્ધ હતી. બાળકોની ઊઘડતી સ્મરણશક્તિને ખીલવે અને રંજન સાથે નિર્મળ સંસ્કાર-વિતરણ કરે તેવાં બાલભોગ્ય કાવ્યો દલપતરામના જેટલી સંખ્યામાં ભાગ્યે જ બીજા કોઈ ગુજરાતી કવિએ આપ્યાં હશે. તેમને શિષ્ય- સમુદાય વિશાળ હતો. ' તેમની પછી પણ તેમના શિષ્યએ દલપતકવિતાને તેની શૈલીના પ્રયોગ દ્વારા જીવતી રાખવાના પ્રયત્ન કર્યા છે. છેક ગઈ પેઢી સુધીના ગુજરાતી કવિઓમાં જેણે દલપતશૈલીના પ્રયોગથી કાવ્ય-રચનાની શરૂઆત ન કરી હોય એ કઈ મળ વિરલ જ. કાન, મણિલાલ, નરસિંહરાવ, બાળાશંકર, બેટાદકર, ખબરદાર, વગેરેએ કવિતા લખવાના શ્રીગણેશ દલપતશૈલીના પ્રયોગથી માંડયા હતા. ગુજરાતી કવિતા- સાહિત્યના ઈતિહાસનું અવલોકન કરનારને અર્વાચીન યુગમાં લાંબામાં લાંબા સમયપટ પર દલપતશૈલીની અસર વિસ્તરેલી માલુમ પડશે. આજે ભુલાઈ ગયેલ હોવા છતાં ગુજરાતી કવિતાના ખેડાણમાં આમ અનેક રીતે દલપતરામને ફાળો સ્મરણીય ઠરે છે. દલપતરામે ફર્સ સિવાય પણ અનેક શ્રીમંતે રાજવીઓ અને મિત્રની ફરમાશથી કાવ્ય લખ્યાં હતાં. કેટલાંક તેમણે અમુક ગૃહસ્થ કે સંસ્થાઓ તરફથી બહાર પડેલી ઈનામી જાહેરખબરેના જવાબ રૂપે લખ્યાં હતાં, તો કેટલાંક અમુક પ્રસંગે તત્કાળ ફરમાશથી રચી કાઢેલાં હતાં.* આ બધી રચનાઓ બદલ તેમને જે તે વ્યક્તિ કે સંસ્થા તરફથી પુરસ્કાર પણ મળ્યો હતો. દલપતકાવ્ય” ભા. ૧-૨ ના દળદાર ગ્રંથમાં આ કૂટકળ રચનાઓને સંગૃહીત કરેલી છે એટલે અહીં દરેકને છૂટો ઉલ્લેખ કરે જરૂરી નથી. વેનચરિત્ર', “અવળાથાન', “ફાર્બસવિલાસ', “ફાર્બસ વિરહ', “હુન્નરખાનની ચઢાઈ', “શેરસટ્ટાની ગરબીઓ ', “વિજયક્ષમા', “હંસકાવ્યશતક' તેમજ વાચનમાળામાંની કવિતા ને માંગલિક ગીતાવળીને ‘દલપતકાવ્ય'માં સમાવેશ થયેલ છે. • આ બધી કૃતિઓ કોણે કેટલો પુરસ્કાર આપીને ક્યારે લખાવી તેની યાદી કાશીશંકર મુ. દવેકૃત ‘દલપતરામ” (શ્રી સયાજી સાહિત્યમાળા) ના પૃ. ૪૪ -૪૭ પર છે અને ‘દલપતકાવ્ય” ભાગ ૧લા ને પૃ. ૮-૯ પર પણ છે. સ્થળ-સંકચને લીધે એ ચાદી અહીં ઉતારી નથી.
SR No.032069
Book TitleGranth Ane Granthkar Pustak 10
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1952
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy