________________
દલપતરામ ડાહ્યાભાઈ કવિ - દલપતરામને જન્મ ઈ. સ. ૧૮૨૦ ના જાન્યુઆરિની ૨૪મી તારીખે તેમના વતન વઢવાણ શહેરમાં થયો હતો. તેમના પિતાનું નામ ડાહ્યાભાઈ અને માતાનું નામ અમૃતબા હતું. દલપતરામની મૂળ અટક ત્રિવેદી; પણ જેમ કવિના ધંધાને કારણે દલપતરામ “કવીશ્વર' કહેવાયા હતા તેમ તેમના પિતા કર્મકાંડના વ્યવસાયને લીધે “ડાહ્યા વેદિયા' તરીકે વઢવાણમાં જાણીતા હતા.
બાળ દલપતે ભણવાની શરૂઆત પિતાની યજ્ઞશાળામાં કરી હતી. એક પાટલા પર છાણ-માટી લીપીને ડાહ્યાભાઈએ મૂળાક્ષરો કેતરી આપ્યા અને અગ્નિહોત્રના સાન્નિધ્યમાં જ આઠ વર્ષના દલપતરામે દેવનાગરી મૂળાક્ષર ને બારાખડી શીખીને સંસ્કૃત શ્લેક મુખે કરી લીધા.
નવ વર્ષની વયે દલપતરામને માવજી પંડયાની ધૂળી નિશાળે મૂકવામાં આવ્યા. ત્યાં બે અઢી વરસના ગાળામાં “કક્કો કેવડિય ને ખખે. ખારકિયો” જેવી પદ્યાત્મક શિલીમાં કક્કા ઉપરાંત આંક, પલાખાં અને કાગળ લખવાની રીત શીખ્યા.
ડાહ્યા વેદિયા'ના ઘર સામેના ચોકઠામાં ચાંદની રાતે શેરીની દેશીઓ રેંટિયો કાંતતી બેસતી હતી. તેમની આસપાસ શેરીનાં છોકરાં વાર્તા સાંભળવા એકઠાં થતાં. એમાં દસેક વરસને કિશોર દલપત પણ બેસતે. વાર્તા ઉપરાંત એકબીજાને વરત–ઉખાણાં પૂછવાને પણ રિવાજ હતું. એક જણ વરત નાખેઃ “આવડી શી દડી, દિવસે વાણી ને રાતે જડી!” ને એનો તરત ઉત્તર મળેઃ “તારા”. બીજુ કઈ પૂછેઃ “હાથી પાટે બાંધી આપે.' લાગલે જ જવાબ મળેઃ “રાજા બેઠે ખાટે ને હાથી બાંધ્યા પાટે.' દલપતરામને આ રમતમાં બહુ મજા પડતી. કોઈને ન આવડે એના ઉત્તર એ આપતા. એટલું જ નહિ, નવાં ઉખાણું જાતે રચીને પણ એ પૂછતા.
બાર વરસને દલપત ઉખાણું પરથી હડૂલા જેડવા તરફ વળે. એ જમાનામાં જોડકણાં જોડવાની રમત ચાલતી ધડમાથા વગરની, પણ પ્રાસવાળી પાદપૂતિ એટલે હડૂલા.૪ દલપતરામે આવા કાવ્યગોળા એક પછી એક બનાવીને ફેંકવા માંડ્યા. દા. ત. એણે જેડ્યું કે 1 x કવિશ્રી ન્હાનાલાલ દલપતચરિતમાં આ હડૂલાની વ્યાખ્યા “હહુડુડુ ગેળાની માફક છૂટે એટલે હલા” એમ બાંધી છે તે કેટલી યથાર્થ છે!