SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ઝવેરીલાલ ઉમિયાશંકર યાજ્ઞિક સ્વ. ઝવેરીલાલભાઈને જન્મ તેમના વતન નડિયાદમાં વડનગર નાગર બ્રાહ્મણ જ્ઞાતિમાં ઈ. સ. ૧૮૩૬ ના એપ્રિલ માસમાં થયો હતે. તેમના પિતા ઉમિયાશંકર સરકારી નોકરીમાં સ્વબુદ્ધિબળથી કારકૂનની પાયરીથી મામલતદારની પદવી સુધી પહોંચ્યા હતા. ઝવેરીલાલે અભ્યાસની શરૂઆત તેમના મોસાળ અમદાવાદમાં ગામઠી નિશાળમાં કરી હતી. પ્રાથમિક શિક્ષણ ત્યાં પૂરું કરીને પછી તેઓ અમદાવાદની અંગ્રેજી શાળામાં દાખલ થયા, જ્યાં તે વખતના સુપ્રસિદ્ધ - શિક્ષક ભોગીલાલ પ્રાણવલ્લભદાસની પાસે ભણવાને તેમને લાભ મળે હતે. સત્તર વર્ષની ઉંમરે તેઓ ઉચ્ચ અભ્યાસ સારુ મુંબઈ ગયા અને ત્યાં એલિફન્સ્ટન ઇન્સ્ટિટ્યુશનમાં દાખલ થયા. અંકગણિત, બીજગણિત, ભૂમિતિ વગેરે વિષયે તેમણે અગાઉથી જ તૈયાર કરેલા હોવાથી તેમને કેન્ટિડેટ કલાસમાં પ્રવેશ મળ્યો. અહીં પણ અભ્યાસમાં તેમણે એવી સુંદર શક્તિ બતાવી કે એ સંસ્થાની વેસ્ટ અને નોર્મલ ઑલરશીપ તેમને મળી. એ વખતે તેમના સહાધ્યાયીઓમાં ઍ. રામકૃષ્ણ ગોપાળ ભાંડારકર, દાદાભાઈ નવરોજજી અને બાળ મંગેશ વાગલે જેવી સુપ્રસિદ્ધ વ્યક્તિઓ હતી. ઈ. સ. ૧૮૫૬માં ઝવેરીલાલને એલિફ ઇન્સ્ટિન માં શિક્ષકની જગા મળી, પણ શિક્ષકને ધંધે તેમને રુચ નહિ હોવાથી મુંબઈની ગ્રોફિકલ સોસાયટીના સેક્રેટરી અને “બોમ્બે ટાઈમ્સ” પત્રના અધિપતિ ડોકટર બ્યુસટ પરને તેમના શિક્ષક અરદેશર ફરામજી મૂસના ભલામણપત્ર દ્વારા તેને ત્યાં તેઓ ચાળીસ રૂપિયાના માસિક પગારથી કારકૂન તરીકે રહ્યા. એટલામાં એલિફ ઈન્સ્ટિ૦ માં દેશી ભાષાઓમાંથી અંગ્રેજીનો તરજૂ કરવાનું શિક્ષણ બરાબર અપાતું નથી એમ સરકારને લાગવાથી એ સંસ્થામાં ગુજરાતી માંથી અંગ્રેજીમાં તરજૂ કરવાનું શીખવવા સારુ ઝવેરીલાલભાઈની અને મરાઠી સારુ ડૉ. ભાંડારકરની સરકારે નિમણુંક કરી. પછી ૧૮૫૭માં મુંબઈ યુનિવર્સિટીની સ્થાપના થઈ. તેની પહેલી જ મૅટ્રિક્યુલેશન પરીક્ષામાં ઝવેરીલાલ બેઠા અને તેમાં પાસ થયા. થોડે વખત શિક્ષકની નોકરી કર્યા પછી ઝવેરીલાલે કાપડ તથા રૂને વેપાર કર્યો, તેમાં તેમને સારી કમાણી થઈ પછી સટ્ટામાં નુકસાન પણ વેઠવું પડયું. પછી ઘણોખરો વખત તેમણે જુદાં જુદાં દેશી રાજ્યના એજન્ટ તરીકે મુંબઈમાં કામ કર્યું હતું.
SR No.032069
Book TitleGranth Ane Granthkar Pustak 10
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
PublisherGujarat Varnacular Society
Publication Year1952
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy