________________
પંથકાશપિતાવલિ તથા પિતાના વારસામાં મળેલી સંપત્તિ એમ સઘળું ગુમાવવાનો વખત આવ્યું.
પરંતુ આ તો તેમના જીવનનું સ્થૂલ, વ્યવહારનું પાસું હતું. એની વિષમતાની અસર સાહિત્યકાર. સેવાભાવી કે ધર્મપરાયણું ઉત્તમલાલના વ્યક્તિત્વ પર ભાગ્યે જ થઈ હશે. વિદ્યાર્થીકાળથી જ તેમને સાહિત્યને શોખ હતે. અન્ય વ્યવસાય સાથે સાહિત્યના ક્ષેત્રને સંપર્ક તેમણે સતત રાખ્યાં કર્યો હતો, એટલું જ નહિ, પણ તે વખતના “સમાલોચક” “વસંત” “ગુજરાત” “યુગધર્મ” અને “રંગભૂમિ' જેવાં સામયિમાં લેખ લખીને તેમણે લેખક તરીકે નોંધપાત્ર ફાળો પણ આપ્યો હતો. નરસિંહરાવ, આનંદશંકર અને કેશવલાલ ધ્રુવ સાથે તેમને નિકટનો સંબંધ હતો. ઉત્તમલાલમાં નરસિંહરાવ અને આનંદશંકર સાથે ઉચ્ચ કક્ષાની સાહિત્યચર્ચા કરવા જેટલી વ્યુત્પન્ન અને પરિપકવ બુદ્ધિ હતી. નરસિંહરાવ કે આનંદશંકરના જેટલો સમૃદ્ધ અક્ષરવાર ઉત્તમલાલે આપ્યો નથી, તેનું મુખ્ય કારણ એ કે વેપાર ઉપરાંત રાજકારણમાં પણ તેમણે ઝંપલાવ્યું હતું.
સમકાલીન જાહેર પ્રવૃત્તિઓમાં સક્રિય રસ લેવાની ધગશ અને શક્તિ ઉત્તમલાલ ધરાવતા હતા. સાહિત્ય પરિષદ, કેળવણી પરિષદ, નાગર પરિષદ જેવી સંસ્થાઓમાં અધિકાર પદે ચૂંટાઈને તેઓ દરેકનું સફળ સંચાલન કરતા. મુંબઈની ફાર્બસ ગુજરાતી સભાના મંત્રી તરીકે તેમણે થડે વખત કામ કર્યું હતું. તેમની કારકિર્દી દરમ્યાન ઉત્તમલાલે એ સંસ્થાની પ્રવૃત્તિને સારી પેઠે વેગ આપીને મનસુખરામભાઈની ભાવનાને ઘણે અંશે ફલિત કરી બતાવી હતી. વળી “સમાચક'ના તંત્રી તરીકે પણ તેમણે અમુક વખત કામ કર્યું હતું. તે સમયના દેશનેતાઓ સાથે ઉત્તમલાલને સાથે પરિચય હતે. લેકમાન્ય ટિળક સાથે ઈ. સ. ૧૯૧૫માં તેમને પહેલે મેળાપ થયો ત્યારથી જ લેકમાન્યને ઉત્તમલાલભાઈ . માટે સદ્દભાવ ઉત્પન્ન થયે હતા. લેકમાન્યના “ગીતારહસ્ય'નું તેમણે કરેલું ભાષાંતર ટિળકને ખૂબ ગમ્યું હતું.
ઈ. સ. ૧૯૧૯માં લાહેર ખાતે કેગ્રેસનું અધિવેશન ભરાયું ત્યારે ગાંધીજી અને માલવીયજીના સમાગમમાં તેઓ આવ્યા હતા. સ્વભાવે શાંત
અને વિચારપ્રધાન હોવા છતાં તેઓ કર્મમાં, સીધા કામમાં માનનારા હતા. કેસની કાર્યપદ્ધતિ જેમ જેમ તેઓ જોતા ગયા તેમ તેમ તેઓ કેગ્રેસ તરફ વળતા ગયા અને ગીરગામ કેગ્રેસ કમિટીમાં જોડાયા પણ હતા. શ્રી