________________
ગ્રંથકાર ચરિતાવલિ બહુ જ અસ્વસ્થ રહેતું હતું. પિતાના મનની શાંતિ અર્થે તેઓ સુપ્રસિદ્ધ પ્રજ્ઞાચક્ષુ પં. ગલાલજી પાસે જતા. તેમના સત્સંગથી લેખક ઉપર વલ્લભ મતની છાયા પડી તેમ તેમને “ચંદ્રકાન્ત' લખવાની પ્રેરણા પણ મળી
ચંદ્રકાન્ત ના સાત ખંડ કરવાની તેમની ઈચ્છા હતી, પણ ચોથે ભાગ લખતાં તે મૃત્યુ આવ્યું. આ ઉપરાંત સંસ્કૃત ભાષાના સુપ્રસિદ્ધ ગ્રંથો જેવા કે “વાલ્મીકિ રામાયણ“પંચદશી' “કાદંબરી' ઇત્યાદિને ગુજરાતીમાં ઉતારવાનો તેમણે જાતે પ્રયત્ન કર્યો છે, તેમજ શાસ્ત્રીઓ રાખીને તેમની પાસે અનુવાદો પણ કરાવ્યા છે.
આ સિવાય તેમણે ક્ષેમેન્દ્રકૃત “ચારુચર્યાને બાલભોગ્ય અનુવાદ અને તે જ લેખકના કળાવિલાસને સરળ અનુવાદ કર્યો છે. તેમની મૌલિક કૃતિઓમાં “સવિતા સુંદરી' નામની વૃદ્ધ વિવાહની ઠેકડી કરતી એક સામાજિક નવલકથા, “રાજભક્તિવિડંબણ” નામનું ભાણ અને “ટીપુ સુલતાન' જેવી અધૂરી અતિહાસિક કથા ધ્યાનપાત્ર છે. “વિદુરનીતિ” અને “કામંદકીય નીતિસાર' નામના રાજનીતિના ગ્રંથ તેમજ “અરેબિયન નાઈટ્સ', “મહારાણી વિકટેરિયાનું જીવનચરિત્ર” વગેરે સંસ્કૃત-અંગ્રેજી ભાષાની કૃતિઓમાંથી તેમને હાથે થયેલાં ભાષાંતર, સંજનો પણ બતાવે છે કે સ્વ. ઈચ્છારામને સાહિત્યશેખ પૂરતા વૈવિધ્યવાળે હતે. રાસેલાસ” નામની ડો. જેન્સને લખેલી એક વાર્તા સ્વ. ગી. દ. કોઠારી સાથે મળીને તેમણે અનુવાદિત કરેલી.
ઈ. સ. ૧૮૯૧માં ગુજરાતી હિંદુઓએ ઈચ્છારામ પાસે શુદ્ધ ગુજરાતી પંચાંગ પ્રકટ કરવાની માગણી કરેલી. કેમકે પારસીઓનાં પંચાંગ અશુદ્ધ હતાં. આથી ઇચ્છારામે વડોદરાના રાજ્યોતિષી પં. અમૃતરામને એ કામ સોંપ્યું. પં. શ્રી. ગદુલાલજીએ આ પંચાંગમાં વ્રતઉત્સવ ઈત્યાદિને નિર્ણય કરી આપ્યો હતો. સને ૧૮૯૨માં સં. ૧૯૪૮નું પ્રથમ શુદ્ધ ગુજરાતી પંચાંગ “ગુજરાતી' પ્રેસ તરફથી ઈચ્છારામે પ્રકટ કર્યું, જેણે સ્થાપેલી પ્રણાલિકા આજ પર્યત ચાલુ છે.
આમ અર્વાચીન ગુજરાતી સાહિત્યને તેની શરૂઆતના કાળમાં વિવિધ પ્રકારની કૃતિઓ આપીને સમૃદ્ધ કરવામાં સ્વ. ઈચ્છારામને મોટે ફાળો છે. એમણે “વિદ્યાકળાનિધિ' નામની ગ્રંથમાળા પ્રકટ કરવાની
જના કરેલી; તેમાં ચંદ્રની સેળ કળાઓની પેઠે ૧૬ પુસ્તક પ્રકટ કરવાની તેમની અભિલાષા હતી. પણ તેમાંથી માત્ર છ કળાઓ જ પ્રકટ