________________
ગ્રંથકાર-ચારતા લ
ભૂમિકા પર ભરતખંડની પ્રજાનું અને તેના રાજ્યવહીવટનું સાધકબાધક દૃષ્ટિએ વાસ્તવરૂપ આલેખવાને સમર્થ પ્રયાસ કર્યાં છે. આ પુસ્તકમાં હિંદનાં દેશી રાજ્ગ્યા તથા બ્રિટિશ હકૂમતની રાજ્યનીતિની ચર્ચા થયેલી છે. એ કારણે એ સમયમાં કેટલાક એગ્લા-ઇન્ડિયન પત્રકારોએ ઇચ્છારામ પર રાજદ્રોહને આરેાપ મૂકીને તેમને પકડાવવાને પ્રયત્ન કરેલેા; પણ હિંદનું ખરુ હિત હૈડે ધરાવનાર એ અંગ્રેજ ગૃહસ્થાએ આ પુસ્તક વાંચી તેમાં રાજદ્રોહ જેવું કશું લખાણ નથી એવા ખાનગી અભિપ્રાય સરકારને આપવાથી ઇચ્છારામ પર કામ ચલાવવાનું માંડી વાળ્યું. આ પુસ્તકની ખ્યાતિ ઇંગ્લાંડ, અમેરિકા અને રશિયા સુધી પહોંચી.પ. ૧૮૭૫ માં તે પુસ્તકને ‘ગુજરાતી' પત્રની ભેટ તરીકે આપવાનુ` જાહેર થતાં ગ્રાહકસંખ્યા ૮૫-૯૦ની હતી તે વધીને ૨૫૦૦ની થઈ.
'
"
સ્વ. ઇચ્છારામની સૌથી વિશેષ મહત્ત્વની સાહિત્યપકારક પ્રવૃત્તિ તે જૂનાં ગુજરાતી કાવ્યાનું સ'પાદન છે. ૧૮૮૫ માં તેમણે ’પ્રેમાન’દકૃત એખાહરણ ’એક જાણીતા સંગીતશાસ્ત્રી અને વ્યાસ પાસેથી જૂની પ્રતા મેળવી સુધરાવીને બહાર પાડયું. આ કાર્યથી તેમને પ્રાચીન ગુજરાતી કાવ્યા .છાપવાના મનેારથ જાગ્યા. દલપતરામે તૈયાર કરેલા કાવ્યદોહન ના બે ભાગ મળતા નહોતા. વળી સરકારી ફરમાન અનુસાર એમાંથી પ્રેમાનંદનાં ‘ઓખાહરણ' ને ‘નળાખ્યાન’ જેવાં કાવ્યેામાંથી શૃંગારના ભાગે કાઢી નાખ્યા હતા. આથી આ કવિએનાં આખાં કાવ્યેાને તેમજ બીજા અપ્રસિદ્ધ કવિનાં કાવ્યાને સ’પાદિત કરવાની ખાસ આવશ્યકતા હતી. ઇચ્છારામે આ ભગીરથ કાર્ય ઉપાડ્યુ', તેમણે જી. કા. દા.ના ૧૦ ભાગેા પ્રગટ કરવાની યેાજના તૈયાર કરી. દરેક ગ્રંથમાં એકાદ એ કવિએનાં ચરિત્રે સંશોધન કરીને મૂકવાં તેમજ તેમનાં આખાં સળંગ મોટાં કાવ્યે મુખ્ય વિભાગમાં છાપીને ખીજા વિભાગમાં પરચૂરણ કવિઓનાં પદો પણ છાપવાં, એવી તેમની યેાજના હતી. એ યેાજના પ્રમાણે ૧૮૮૬ થી ૧૯૧૩ સુધીમાં કાવ્યઢાહનના આઠ ભાગા તેમણે પ્રકટ કર્યાં. તેમની આ પ્રવૃત્તિ ઇચ્છારામે મરણુ પર્યંત નિષ્ઠાપૂર્વક ચાલુ રાખી હતી. માહિતી અને કાવ્યપ્રતા એક્રેડી કરવા માટે તેમણે પત્રાદિ લખીને તેમજ ગુજરાત-કાડિયાવાડમાં જાતે ફરીતે પુષ્કળ શોધખેાળ તે પૂછપરછ કરી હતી. ગ્રંથૈાની ટીપ સહિત કવિઓનાં નામની
6
૫. સ્વ. ૪. સૂ. દેસાઈના સાક્ષરજીવનની રૂપરેખા', પૃ. ૧૭,
२