________________
પાંચ વર્ષનું સાહિત્ય - નવલકથા
૫૯
નવલકથાને ઘટતું વસ્તુ નથી, પરન્તુ આપેલાં પ્રસંગચિત્રા રસરિત અને રામાંચક હાઈ વિચારના ખારાક પૂરો પાડે છે.
‘ઘેરાતાં વાદળ’ અને ‘વહેતી ગંગા’ (ગુણવંતરાય આચાર્ય) એ બેઉ નવલકથાએ અપ્ટન સિકલેરની કથાએને અનુવાદ છે. પહેલીમાં લગ્નજીવન, જાતીય આકર્ષણ અને સમાજમાન્ય પ્રતિષ્ઠાના જનતાના ખ્યાલેા ઉપર ક્રાન્તિકારક વિચારે દર્શાવ્યા છે. મનાવા અને વાતાવરણ પરદેશી જ લાગે છે. બીજી નવલકથામાં સેા વર્ષ પછીના ભાવિનું કલ્પનારંગ્યું કથાચિત્ર છે. તેના આશય સમાજવાદના વિકાસના ઈતિહાસ કથારૂપે રજૂ કરવાને છે. ‘કલંકિત’ (મણિલાલ ભ. દેસાઇ) એ અપ્ટન સિંકલેરની કથા ‘ડૅમેજ્ડ ગુડ્ઝ’ ના અનુવાદ છે. ઉપભ્રંશ-ચાંદીના ભયંકર રોગ પ્રગતિમાન યુગને કેટલા કલંકિત બનાવે છે તે તેમાં રેશમાંચક રીતે દર્શાવ્યું છે.
‘જૅકિલ અને હાઈડ' (મગનભાઈ પ્રભુભાઈ દેસાઇ) : આર. એલ. સ્ટીવન્સનની એ જ નામની કથાના આ અનુવાદ એક રૂપકકથા છે. માનવનાં દૈવી અને આસુરી પાસાંનું તેમાં પૃથક્કરણ છે. એ બેઉ જીવન એકીસાથે જીવનાર માણસ છેવટે કંટાળીને આપઘાત કરે છે. કથા હૃદયંગમ છે અને માનવજીવનની નૈસર્ગિકતા અને કૃત્રિમતાનાં યથાઘટિત દર્શન કરાવે છે.
‘શયતાન' (માણેકલાલ ગાવિંદલાલ જોષી) એ ટૉલ્સટૉયની ‘ડેવિલ’ કથાને અનુવાદ છે. તેમાં કામવાસના અને જાતીય આસક્તિના પ્રશ્નની ચર્ચા છે. નાયકના મનેમંથન દ્વારા તેમાં નીતિભાન કરાવ્યું છે.
‘અહંકાર’ (હરજીવન સામૈયા) એ આનાતાલ ફ્રાંસની નવલકથા ‘થેપ્સ’ના અનુવાદ છે. એક ખ્રિસ્તી પાદરી વેશ્યાને ઉદ્ઘાર કરવા મથે છે; તેથી વેશ્યાના તા ઉલ્હાર થાય છે, પરન્તુ અહંકાર તથા વાસનાથી આસક્ત પાદરીનું પતન થાય છે, માનસિક વિકૃતિ તેને દગા દેછે, તેનું સરસ આલેખન એ કથામાં છે. ‘પતન અને પ્રાયશ્ચિત્ત' (વિશ્વનાથ ભટ્ટ) એ નેથેનિયલ હાયાર્નના ધ સ્કાર્લેટ લેટર’ને અનુવાદ છે. એ પણ એક ખ્રિસ્તી પાદરીના પતન અને તેથી થતા માનિસક ત્રાસની હૃદયદ્રાવક કથા છે. પાપના એકરાર દ્વારા પ્રાયશ્ચિત્ત કરવાથી તે શાંતિથી મરે છે.
‘અમ્મા’ (ભાગીલાલ ગાંધી) નૅકસીમ ગાર્ડીની કથા ‘મધર’નું રૂપાંતર છે. કથાને બંગાળની ભૂમિ પર ઉતારી છે. બીકણુ ધરતી-અમ્મા ધીમેધીમે નમ્રત થઇ માથું ઊંચકી ક્રાન્તિ પોકારે છે. અમ્માનું વિરાટ સ્વરૂપ તે રશિયા. મૂળ કથાને આત્મસાત્ કરીને કથા ગુજરાતીમાં ઉતારી છે. ‘ભીખા ચેટ્ટો' (રમણુલાલ સાની) એ સાથેન એસ્કની કથા માર્કે