________________
પાંચ વર્ષનું સાહિત્ય - નવલકથા
૫૩
સંવાદો અપ્રતીતિકર છે. વેશ્યાવનના અન્યા-ઝળ્યા અને કરુણ પાસાની તે રજૂઆત કરે છે. ‘મારા વિના નહિ ચાલે’ (ધનવંત ઓઝા) એ ‘કાલ્પનિક છતાં તદ્દન વાસ્તવિક એવી શક્તિમાન અને વિકૃત માનસ ધરાવનારી નારીની જીવનકથા' છે. વેશ્યાસંસ્થાને અાજની સામાજિક રચનાનાં અનિષ્ટ પેજે છે, અને સમાજના આર્થિક અનર્થીના સ્વરૂપપલટા થઇને એ અનીતિનું સ્વરૂપ ધારણ કરે છે એ તેના મુખ્ય ધ્વનિ છે. એક અંગ્રેજી કથાના લેખકે આધાર લીધા છે.
સામાજિક
વર્તમાન સામાજિક તંત્રમાં ચાલી રહેલી વિષમતા અને તેમાં ઘર કરી રહેલા દેાષાનું પૃથક્કરણ તથા વિવેચન કરવાની દૃષ્ટિથી લખાયેલી અને છેવટે સમાજસુધારાના માર્ગનું રેખાંકન કરીને કે સૂચન કરીને વાચકેાને તે વિશે વિચાર કરતા કરવાના હેતુપૂર્વક લખાયેલી સામાજિક નવલકથાઓની સંખ્યા નાની છે, પરંતુ તેમાં વિવિધતા આવેલી છે. રાષ્ટ્રીય માનસની જાગૃતિની જ એક શાખા રૂપે સામાજિક જાગૃતિ દેશમાં પ્રસરી છે અને તેનું પ્રતિબિંળ આ થેાડી નવલકથાઓમાં પણ નિહાળી શકાય તેમ છે.
‘પ્રાયશ્ચિત્ત’ (સાપાન) એ એ ભાગની નવલકથા અસ્પૃશ્યતાનિવારણના પ્રશ્ન વિશે લેાકલાગણી કેળવવાનું કાર્ય કરે છે. મુખ્યત્વે કરુણ રસમાં વહેતી એ એક ઉપદેશપ્રધાન કૃતિ છે અને કાર્યવેગ મંદ છે, પરન્તુ પાત્રાલેખન અને રસનિષ્પત્તિમાં તે ઊતરે તેવી કથા નથી. ‘ઘર ભણી’(ઈંદ્ર વસાવડા) એ પણ અસ્પૃસ્યતાના ઝેરને સમાજના હૃદયમાંથી તિરાહિત કરી મૂકે એવા એક સુશીલ અસ્પૃશ્ય મનાતા નાયકની કથા છે.
‘હૃદયવિભૂતિ’ (રમણલાલ વ. દેસાઇ) એ લુટારા અને લવારિયાં જેવી ગુનાહીત જાતાના ઉપેક્ષિત વનનાં અનેક પાસાં ગૂંથી લેનારી કથા છે. ચારીથી પેટ ભરનારાં એ જાતેાનાં પાત્રાનાં જીવનચિત્રા આકર્ષક બન્યાં છે અને માનવશ્ર્વન પ્રત્યેની લેખકની પ્રેમાળ દૃષ્ટિ કથાની આરપાર ઊતરેલી છે. શહેરનાં, ગામડાંનાં અને ગામેગામ ભટકતી જાતાનાં પાત્રાનું સજીવ આલેખન લેખકના નિરીક્ષણ અને મર્મગામી અભ્યાસના ખ્યાલ આપે છે.
‘કાણુ ગુન્હેગાર ?’ (ગુણવંતરાય આચાર્ય) એ નવલકથામાં એવી પ્રશ્નચર્યાં સમાવી લીધી છે કે જેએ પ્રચલિત નીતિ વિરુદ્ધ ગુન્હાએ કરીને જેલમાં પુરાય છે તેએ સાચા ગુન્હેગાર છે કે ગુનાહીત મનાતાં મૃત્યાને શક્ય બનાવનાર તથા ઉત્તેજનાર સમાજ ગુન્હેગાર છે ? એકંદરે સમાજના વિષમ તંત્ર સામેનું એ આરેાપનાનું છે તેમ જ, એક વાર જેલમાં જનારને