________________
શકી નહિ અને કેટલીક બહુ અધૂરી મળી શકી. તે બાકી રાખીને ખની શકે તેટલી જીવનરેખા સમાવી છે. જેને સમાવેશ કર્યો છે તેમાં પણ અપૂર્ણતા અને ત્રુટિઓ છે. ગ્રંથકારની મહત્તા કે સાહિત્યસેવાના પ્રમાણમાં સંક્ષેપ-વિસ્તારના નિયમ જાળવી શકાયા નથીઃ માત્ર જે કાંઇ ઉપલબ્ધ થયું. તે ઉપર જ આધાર રાખવા પડયો છે; અને જેમ બને તેમ વેળાસર આવી જીવન-રેખાએ વધુ પ્રમાણમાં ગ્રંથારૂઢ થવા પામે એ દૃષ્ટિપૂર્વક એકંદર ૧૧૭ ગ્રંથકારાની જીવન-રેખાઓ એકત્ર કરી આપી છે.
ચુનીલાલ વર્ધમાન શાહુ બચુભાઇ રાવત
સાહિત્યસમીક્ષા અને ગ્રંથકારચરિતાવલી ઉપરાંત ગુજરાત વિદ્યાપીઠે પ્રસિદ્ધ કરેલા જોડણીના નિયમેનું વિવરણ આપતા ‘ગુજરાતી શબ્દોની વ્યવહારુ જોડણી' એ નામના લેખ આપણા નિત્યના ઉપયોગના આશરે દસ હાર શબ્દોની સૂચી સાથે આ ભાગમાં દાખલ કરવામાં આવ્યેા છે. વિવરણમાં જોડણીના નિયમાની યથાશક્ય મીમાંસા કરવામાં આવી છે. નિયમેામાંના ગ્રાહ્ય તત્ત્વને બની શકે તેટલી વિશદતાથી બતાવી, કવચિત્ અનાવશ્યક કે ત્યાગ કરવા જેવા તેમ બદલવા જેવા નિયમેા વિશે પણ સૂચન કરવામાં આવ્યું છે. તેમ જોડણીના નિયમાનું પાલન જ્યાં જ્યાં શિથિલ જણાયું છે તેના તરફ પણ ધ્યાન દોરવામાં આવ્યું છે.
દાયકા થયાં ગુજરાતી જોડણી નક્કી કરવાના પ્રયત્નાને અંતે ગુજરાત વિદ્યાપીઠે વ્યવહારુ નિયમે તૈયાર કરી એકવાક્યતા કરવાનું પ્રશસ્ય કાર્ય કર્યું છે; જોડણીકાશની નવી નવી આવૃત્તિએમાં સુધારાવધારાને પણ અવકાશ રાખ્યા છે. અત્યાર સુધીના પ્રયત્નામાં વિસંવાદનાં તત્ત્વા રહેવામાં પ્રધાન કારણ ક્યાં બળેા જોડણી નક્કી કરવામાં નિયામક છે તેને નિર્ણય કરવામાં રહેલા મતભેદ છે. કેાઇ નરી વ્યુત્પત્તિને બળે જોડણી નક્કી કરવા પ્રયત્ન કરે, તેા કે વ્યુત્પત્તિ અને ઉચ્ચારણ એ બેઉને લઇ નક્કી કરવા પ્રયત્ન કરે. ભાષાનું જીવંત સ્વરૂપ માત્ર વ્યુત્પત્તિને અધીન નથી હતું. એમાં ઉચ્ચારણનું તત્ત્વ પ્રધાન ભાગ ભજવતું..હાય છે, અને વ્યુત્પત્તિ તેા એના અંગમાં સમાવિષ્ટ હેાય છે. બલ્કે વ્યુત્પત્તિ ઉચ્ચારણને જ અધીન હોય છે. આમાં સ્વાભાવિક, વ્યાપક અને શિષ્ટ ઉચ્ચારણ ઉપર આધાર રાખવામાં આવે તા જોડણીનું સ્વાભાવિક રૂપ મેળવી શકવામાં સુવિધા થાય.