________________
૪૪
ગ્રંથ અને ગ્રંથકાર પુ.૯ તેના સારી પેઠે અભ્યાસ કરીને લેખકે આ કથા લખી છે. પરદેશી વાતાવરણ, પરદેશી સંસ્કારવાળાં પાત્રા અને અત્યંત દૂરના ભૂતકાળના સમય, એ બધાંને ન્યાય આપવા લેખકે સારી પેઠે મથન કર્યું હેાય એમ જણાઇ આવે છે. નીરાની માતા એગ્રીપીનાની મહત્ત્વાકાંક્ષા જીવનને બદલે જીવનના ઝેર રૂપ કેવી રીતે બને છે તેનું તેમાં દર્શન કરાવ્યું છે. ઐતિહાસિક નવલકથાનાં તત્ત્વાથી આ પુસ્તક ભરચક છે. તેની માંડણી અને ખીલવણીની કલામાં કેટલીક ઊણપ લાગે છે.
‘ગુલામ’ (ચંદ્રભાઈ કા. ભટ્ટ): પ્રાચીન રામમાં અસ્તિત્વ ધરાવતી ગુલામીની પ્રથા પર રચાયેલી આ કથા ‘પાર્ટેકસ' નામના અંગ્રેજી પુસ્તકમાંની માહિતીને આધારે લખાયેલો છે. સ્પાર્ટેસનું પૌરુષ સરસ આલેખાયું છે. કથનશૈલીમાંની અતિશયેાક્તિ કેટલીક વાર વાસ્તવિકતાને હણે છે, છતાં પરદેશના પ્રાચીન કાળના વાતાવરણને એક ગુજરાતી લેખક આલેખે છે એ જોતાં તેમાંની ઊણપને સંતવ્ય લેખી શકાય.
સાંસારિક
સાંસારિક નવલકથાઓમાંની ઘણીખરી . પ્રેમ અને લગ્નની આસપાસ પરિક્રમણ કરતાં પરિણીત જીવનના વિધવિધ પ્રશ્નો ઉપસ્થિત કરીને તેની છણાવટ કરે છે. વર્તમાન કેળવણીએ, જગતમાં ઊઠેલાં નવવિવચારનાં મેડાંએ, રાજકારણમાં, અર્થકારણમાં અને સમાજમાં પ્રસરતી જતી ક્રાન્તિકારી ભાવનાએ આર્ય સંસારમાં પણ જે ઝંઝા ઉત્પન્ન કરી છે તેનું પ્રતિબિંબ સાંસારિક નવલકથાઓમાં જોવા મળે છે. જૂના અને નવા વિચારાના ધર્ષણમાંથી પસાર થતી ઘણી સાંસારિક કથાઓ કાષ્ટ ને કાઇ નવીન ધ્વનિ રજૂ કરીને જનતાને વિચાર કરતી કરી મૂકવાનું કાર્ય કરે છે. જેવી રીતે નવા વળાક લેતા સંસાર આ નવલકથામાં પ્રતિબિંબિત થતા જોવામાં આવે છે તેવી જ રીતે નવલકથાનાં પાત્રાના કલ્પિત છતાં વારતવિક સંસાર, જીવનમાં પણ કેટલેક અંશે પ્રતિબિંબિત થ રહ્યા છે. એકંદરે લગ્નજીવનની જૂની ભાવનાઓનું સ્થાન ધીરેધીરે નવીન ભાવનાઓ લેતી જાય છે, પરન્તુ નવલકથાએમાં નવીન ભાવનાઓને જે વેગ જોવા મળે છે તે વેગ હંજી સાક્ષાત્ જીવનમાં આવ્યા નથી. કુમારિકાઓ, પરિણીતાઓ, ત્યક્તા અને વિધવાએ પ્રતિની સહાનુભૂતિ માટા ભાગની નવલકથાઓનાં ઉભરાય છે, છતાં એ સહાનુભૂતિને સાક્ષાત્કાર જીવનમાં બહુ જ આછે. ઊતરેલા દેખાય છે. નવીન ધ્વનિ રજૂ કરવામાં પણ બધી સાંસારિક કથાએ એકસરખી રીતે કામ કરતી નથી; કેટલીકમાં પ્રેમનાં ને સાંસારિક ક્રાન્તિનાં પેાકળ ટાહ્યલાંપણ